તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:સુરત જિલ્લામાં છેલ્લા 9 દિવસથી કોઇ મોત નહીં, પરંતુ રિકવરી ઘટી

બારડોલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરુવારે જિલ્લામાં નવા 58 કેસ સામે 21 રિકવર

સુરત જિલ્લામાં ઘણા દિવસોથી કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેમાં કોરના સંક્રમણનો કેસ વધી રહ્યા છે. જોકે, છેલ્લા 9 દિવસથી કોરનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નીપજ્યું નથી પરંતુ રિકવર થતા દર્દીની સંખ્યામાં મોટો ઘાટાડો નોંધાયો છે.

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમીત 58 દર્દીઓ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં કુલ 11271 દર્દી અત્યાર સુધી કોરોના સંક્રમીત થઈ ચૂક્યા છે. જયારે આજરોજ 21 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેની સાથે કુલ 10482 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. જ્યારે આજરોજ એક પણ કોરોના દર્દીનું મોત નીપજ્યું નથી. જિલ્લામાં છેલ્લા 9 દિવસમાં એક પણ કોરોના દર્દીનું મોત નીપજ્યું નથી. જ્યારે કોરોના રિકવર થવાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં દિન પ્રતિદન કોરોના કેસ વધતાં લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું જરૂરી છે.

ગુરુવારે નોંધાયેલા દર્દી

તાલુકોઆજેકુલ
ચોર્યાસી162,172
ઓલપાડ91,422
કામરેજ142,255
પલસાણા21,551
બારડોલી81,840
મહુવા1498
માંડવી5508
માંગરોળ3946
ઉંમરપાડા079
કુલ5811,271

અન્ય સમાચારો પણ છે...