બારડોલીના નાંદીડા ચારરસ્તા નજીક શ્રીરામ ગ્લાસ નામની દુકાન ધરાવતા નિખિલ પ્રજાપતિને 5 ઓગસ્ટના રોજ બપોરના સમયે જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
સોમવારના રોજ હત્યાની ઘટનાનું આરોપીઓને સાથે રાખી રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું નિખિલ પ્રજાપતિની હત્યાને અંજામ અપાયો હતો, જે ઘટનામાં જિલ્લા એલસીબી પોલીસે આરોપીને ઝડપી લીધા હતા અને રિમાન્ડ મેળવી સોમ વારના રોજ આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રીકન્ટ્રક્સન કર્યું જેમાં આરોપીઓ ઘટનાના દીવસે સવારથી જ બારડોલી નગરમાં આવી નિખિલની રેકી કરી રહ્યા હતા. અને 3 વાગ્યે ઘટનાને અંજામ આપી મોટરસાયકલ પર નંદીડા વણેશા થઈ વરેલી ખાતે ભાગી ગયા હતા.
એકે તો નિખિલ સાથે પરિચય કેળવી લીધો હતો
સોપારી આપ્યાને 5 માસથી વધુ સમય થયો હોવાથી સતત અવાર નવાર બારડોલી આવી નિખિલની હિલ ચાલ પર હત્યારાઓ નજર રાખી રહ્યા હતા. જેમાં સાગર વાસફોડીયાએ નિખિલ સાથે પણ પરિચય કેળવી લીધો હોવાનું બહાર આવ્યું છે, અને ઘટનાના દિવસે નિખિલને બપોરે દુકાને જતી વેળાએ દુકાન નજીક જ નાંદીડા ચાર રસ્તા પાસે ગોળી મારી ભાગી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.