પીએફ ઓફિસ સુરત દ્વારા બારડોલી સુગર ફેકટરી ખાતે જાગૃતિરૂપ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ‘નિધિ આપકે નિકટ’ સૂત્ર સાથે કોરોના કાળમાં સુગરના કર્મચારીઓનું અવસાન થતાં તેમના પરિવારને ઝડપથી લાભ મળે એ હેતુ સાથે કાર્યક્રમ યોજાયો હતો.બારડોલી સુગર દ્વારા પેન્શન કચેરી સુરત સહયોગ વડે જાગૃતિરૂપ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ક્ષેત્રીય કાર્યાલય સુરત દ્વારા આયોજન કરાયું હતું. ખાસ કરીને કોરોના કાળ દરમિયાન બારડોલી સુગરમાં પણ ઘણા કર્મચારીઓ કોરોના કાળમાં અવસાન થયું હતું.
જેથી તેમના પરિવારજનોને પેન્શનના લાભ ઝડપથી મળી શકે એ હેતુ સાથે ‘નિધિ આપકે નિકટ’ નામનું સૂત્ર કચેરી દ્વારા રાખવામાં આવ્યું હતું. પીએફ કમિશ્નર અમિત કુમાર જાતે હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પેન્સનરોને કચેરી સુધી નહિ આવવું પડે એ હેતુ સાથે અધિકારીઓ જાતે બારડોલી સુગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મૃત્યુ પામનાર કર્મચારીઓની પત્ની સાથે 25 વર્ષ ઓછી વય ધરાવતા બાળકોને પણ પેન્શનનો લાભ આપવામાં આવનાર છે.
જેથી અન્ય સઁસ્થામાં પણ આ રીતે લાભ મેળવવા પાત્ર પેન્સનરના પેન્શન તેમજ વીમાના જરૂરી દાવાઓ ઝડપી કરવા માટે પણ સંસ્થાને પી એફ કમિશ્નર દ્વારા અપીલ કરવામાં આવી હતી. પેન્સનરોને ઝડપી પી. પી.ઓ કાઢી લાભો આપવામાં આવ્યા હતા.પી એફ કચેરી ક્ષેત્રીય કાર્યાલય સુરત દ્વારા મૃત્યુ બાદ 917 જેટલા મૃત્યુ દાવાનો ઝડપથી નિકાલ કરી 43 કરોડ ચૂકતે કર્યા હોવાની પણ માહિતી આપવમાં આવી હતી.
બારડોલી સુગર ખાતે આયોજિત કાર્યક્રમ માં 21 જેટલા પેન્સનરોને રૂબરૂ હાજર રાખી માસિક પેન્શન ભૂગતાન આદેશ પત્ર આપવામાં આવ્યા હતા. આ આદેશપત્રો પી એફ કમિશનર અમિત કુમાર તેમજ ઉપસ્થિત બારડોલી સુગરના ડાયરેક્ટરોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.