માતાની ક્રૂરતા:બારડોલીમાં નવજાતને ખાડામાં જીવતું દાટી દેવાયું, રડવાનો અવાજ આવતા સ્થાનિકોએ બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યું

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બારડોલીમાં નિષ્ઠુર જનેતાએ પોતાનું પાપ છુપાવવા નવજાતને ત્યજી દીધુ
  • બારડોલીમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે બાળકને સુરત લઇ જવાયું

બારડોલી નગરના શાસ્ત્રી રોડ વિસ્તારમાં એક સોસાયટીની પાછળના ભાગે કામદારોના પડાવ નજીકના ખાડામાં રાત્રી દરમિયાન નવજાત શિશુને ત્યજી દેવાયું હતું, પરંતુ રાત્રે બાળકના રડવાનો અવાજ આવતા સ્થાનિકોઓ સ્થળ પર એકત્રિત થઇ ગયા હતા. અને બાળકને ખાડામાંથી કાઢ્યું હતું. અને તાબડતોડ 108 ને જાણ કરી નવજાત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયું હતું. જોકે બારડોલીના તબીબે વધુ સારવાર માટે નવજાત બાળકને સુરત હોસ્પિટલમાં મોકલ્યું હોવાનું જાણવા મળે છે.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બારડોલીના શાસ્ત્રી રોડ વિસ્તારમાં આવેલ લાભેશપાર્ક સોસાયટી નજીક બનાવેલ શ્રમિકોના પડાવ પાસે આવેલ ખાડામાં નવજાતને ત્યજી દેવામાં આવ્યું હતું રાત્રિ સમયે બાળકનો રડવાનો અવાજ આવતા સ્થાનિકો ભેગા થયા અને તપાસ કરીતો નવજાત બાળક હોવાનું જણાતા 108 ને ફોન કર્યો હતો અને બારડોલી સરકારી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવાયું હતું જોકે બાળકને વધુ સારવારની જરૂર જણાતા વધુ સારવાર માટે સુરત સિવિલ ખાતે નવજાતને ખસેડવામાં આવ્યું હતું.

ઘટના અંગે લોકોના જણાવ્યા મુજબ કોઈ નિસ્ઠુર જનેતા પોતાનું પાપ છુપાવવા બાળકને ત્યજી દુધુ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. આ ચકચારી ઘટનાની જાણ લોકોને થતાં લોકોએ બાળકને ત્યજનારા પર ફિટકાર વરસાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...