તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોખમી પોલ:બારડોલી લિંકરોડ પર નવા પોલ ફિટ કરાયા પરંતુ જુના પોલ ત્યાં જ છોડી દેવામાં આવતાં અકસ્માતની દહેશત

બારડોલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
બારડોલીમાં કેનાલના લિંકરોડ પર પડેલો વીજપોલ. - Divya Bhaskar
બારડોલીમાં કેનાલના લિંકરોડ પર પડેલો વીજપોલ.
 • માર્ગની લગોલગ પડેલા બિનઉપયોગી પોલ વાહનચાલકો માટે જોખમી બન્યા

બારડોલી નગરજનો માટે કેનાલનો બંને તરફનો લિંકરોડનું 4 કરોડના ખર્ચે બનાવાયો છે. નગરજનો માટે રાહત આપનારા આ લિંકરોડ પર તાજેતરમાં વીજકંપનીએ પોલ હટાવી બીજા લોખંડના પોલ ઉભા કર્યા છે. પરંતુ જુના લોખંડના પોલ માર્ગની સાઈડ પર મૂકયા છે. હટાવવાની દરકાર ન લેતા વાહનચાલકો માટે જીવનું જોખમ વધાર્યું છે.

અલંકાર સિનેમાંથી બારડોલી કડોદરા માર્ગને જોડતો કેનાલની બંને તરફ આર.સી.સી. માર્ગ બનાવવામાં આવ્યો છે. બારડોલી ધારાસભ્ય અને કેબિનેટમંત્રી ઈશ્વરભાઈ પરમારનો ડ્રિમ ગણાતા આ માર્ગની મંજૂરી માટે તેમની મહેનત કહેવાય છે. કરોડોના ખર્ચે બનેલ માર્ગ પર તાજેતરમાં વીજ લાઈનના પોલ દૂર કરી નવા 3 લોખંડના પોલ લગાવવામાં આવ્યા છે. જોકે, સ્થાનિક અધિકારીઓની બેદરકારીના કારણે માર્ગ પરથી કાઢેલ લોખંડના પોલ લઈ જવાની જગ્યાએ માર્ગની સાઈડ પર જ મૂકી દેતા માર્ગ પર અવર જ્વર કરનાર વાહન ચાલકો માટે જીવનું જોખમ વધ્યું છે.

ખુલ્લા માર્ગની સાઈડ પર પડેલ લોખંડના પાઈપ અકસ્માત જેવી ઘટનામાં જીવલેણ સાબિત થઈ શકે. પાલિકાના વાહીવટીતંત્રે પણ આ બાબતે ગંભીરતા દાખવી માર્ગ પર મુકેલ લોખંડના પોલને તાત્કાલિક અસરે હટાવવાની માંગ લોકોમાં ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો