કોરોના અપડેટ:સુરત જિલ્લામાં કોરોનાનો નવો 1 કેસ,તાજપોરની તરૂણી પોઝિટિવ

બારડોલી/માયપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ ધીમેધીમે 1-2 સામે આવી રહ્યાં છે. ત્યારે શનિવારના રોજ બારડોલી તાલુકાના તાજપોર ગામે રહેતી 14 વર્ષીય સગીરા કોરોના પોઝિટિવ નોંધાઈ છે. જોકે, સગીરાની હાલત સ્થિર છે. જેને હોમઆઈસોલેશન કરવામાં આવી છે. શનિવારે 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધીમાં 32149 સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે કોઈપણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી. આજરોજ કોઈપણ દર્દીને રજા ન આપતાં એક્ટિવ કેસની સંખ્યા 7 પર પહોંચી છે.

તાપી જિલ્લામાં કોરોના દર્દીઓમાં આજે તા 02 જી ઓક્ટોબરના દિવસે તાપી જિલ્લાના સાત તાલુકાઓમાં કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ આજના દિને નોંધાયો નથી, હાલ માત્ર એક જ વ્યક્તિ કે જે ગઈકાલે કાનપુરા,તા.વ્યારા ખાતે એક સોસયટીમાં રહેતા એક 63 વર્ષીય મહિલાને પોઝિટિવ આવતા તે મહિલા સારવાર હેઠળ છે, તેમજ તાપી જિલ્લામાં આજે કોઈ દર્દીનું મરણ કોરોનાથી થયું નથી, બીજી તરફ તાપી જિલ્લામાં શનિવારે નવો કોઇ કેસ ન નોંધાતા હાલ માત્ર 1 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...