ધાર્મિક:આજે શિવયોગમાં નાગપંચમી ઉજવાશે, નાગદેવની પૂજા વિશેષ ફળદાયી

કડોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રાવણ માસની શુક્લ પક્ષની પાંચમ તિથિ 2 ઓગસ્ટે નાગ પંચમી શિવયોગમાં ઉજવાશે. આ દિવસે નાગ દેવતાની પૂજાનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ જ્યોતિષીય પણ મહત્વ છે.યગ્નાચાર્ય હિરેનભાઈ જાનીના જણાવ્યું કે આ વર્ષે નાગ પંચમી તારીખ 2 ઓગસ્ટના રોજ સવારે 5:43 થી 8:26 સુધીની રહેશે, એટલે કે બે કલાક અને 43 મિનિટનો સમયગાળો રહેશે. પૂજા માટે હોય. તે જ સમયે, પંચમી તિથિ 1 ઓગસ્ટના રોજ સાંજે 5:13 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે, 2 ઓગસ્ટના રોજ સાંજે 5:41 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ વખતે નાગપંચમી પર ખૂબ જ શુભ અને દુર્લભ યોગ વર્ષો પછી વન બની રહ્યા છે. સ્કંદ પુરાણના અવંતિ વિભાગમાં ચારેય દિશાઓમાં નાગ દેવતાઓનું સ્થાન છે, તેથી નાગપંચમીની ઉજવણીનું વિશેષ મહત્વ છે.

સાપને ક્ષેત્રપાળ પણ કહે છે
ભારત દેશ કૃષિપ્રધાન દેશ હતો અને છે. સાપ ખેતરનું રક્ષણ કરે છે તેથી તેને ક્ષેત્રપાળ પણ કહે છે. જીવ જંતુ, ઉંદર વગેરે જે ઉપજને નુકશાન કરે છે તેનો નાશ કરે કરીને સાપ આપણા ખેતરને લીલાછમ રાખે છે. સ આ દિવસે નાગ દેવતા કે સર્પની પૂજા કરાય છે અને તેણે દૂધથી સ્નાન કરાવાય છે. આ પૂજાથી નાગદંશનો ડર રહેતો નથી એવી લોકોમાં માન્યતા પ્રવર્તમાન છે.

અન્ય સમાચારો પણ છે...