તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:શેખપુરમાં હત્યાનો ગુનો ઉકેલાયો, પત્રકારની ઓળખ આપી કમિશન માંગતા હત્યા કરાઇ

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાયણના ભરતભાઇ કુકડીયાએ 3 કિશોરની મદદ લઇ હત્યા કરી હતી

કામરેજ તાલુકાનાં શેખપુર ગામની સીમમાં નહેરની બાજુમાં અજાણ્યા યુવકની હત્યા કરાયેલી અડધી સળગેલી લાશ મળી આવી હતી. પુરાવા નાશ કરવા માટે સળગાવી હતી, જેમાં કામરેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અજાણ્યા ઇસમની લાશ સળગાવી દેતા ઓળખ કરવી ખૂબ મુશ્કેલ હતી, જેથી એલસીબીએ ટિમ બનાવી હત્યારાની ઓળખ સાથે શોધખોળની કામગીરી હાથ ધરી હતી, જેમાં મરનારની ઓળખ વિજયભાઇ દેસાણી (મૂળ, હડમડિયા, તા. વેરાવળ, જી.સોમનાથ)ની થઈ હતી.

ત્યારબાદ હત્યારા સુધી પહોંચવામાં સફળતા મળી હતી. હત્યા સાયણના યુવકે કરી હોવાનું બહાર આવ્યું હતું.

સુરત એલસીબી પોલીસને મળેલ ચોક્કસ બાતમી મુજબ સાયણ મહાદેવ સોસાયટીમાં રહેતા ભરતભાઇ લવજીભાઈ કુકડિયાએ હત્યા કરાવી હોવાની માહિતી મળતા સાયણ બ્રિજ નજીક ધર્મનંદન એપાર્ટમેન્ટની સામે એક સફેદ કલરની ફોર્ડ ફિગો કાર નં.GJ-5-JA-4844 ને ઝડપી પાડી પૂછ પરછ કરતાં આખર હત્યાની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો