બારડોલી નગરના ગાંધીરોડ પર સ્વચ્છતા બાબતે પાલિકા પૂરતી તકેદારી રાખવામાં સતત નિષ્ફળ રહી છે. રસ્તાની બંને તરફ યોગ્ય સફાઈ કરવામાં નહી આવતા માર્ગ ગંદો જોવા મળી રહ્યો છે. કચરાના ઢગલા પણ ઊંચકવામાં આવતા નથી. નગરમાં સ્વચ્છતાની મોટી વાતો કરવાની જગ્યાએ ગાંધીરોડની સફાઈ કામગીરી બાબતે શાસકોએ પણ ધ્યાન આપવાની જરૂર છે.
પાલિકા તંત્ર નગરમાં ૃફાઇ અંગે દરકાર ન લેતી હોવાની નજગરજનોમાં ચર્ચા ચાલી રહી છે. આ સથે સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ પાલિકા ધ્યાન આપી સારી કામગીરી કરે લોકોને નગર સ્વચ્છ મળી રહે.છેલ્લા ઘણા સમયથી ગાંધીરોડના ડીવાઈડરની બંને તરફ ધૂળ કચરાના થર લાગી ગયા છે. જ્યારે અમુક અમુક અંતરે રોડની બંને સાઈડમાં પણ યોગ્ય સફાઈ કરવામાં આવતી ન હોવાથી ગંદો જોવા મળી રહ્યો છે. ડસ્ટ ફ્રી માર્ગનું સ્વપ્ન નગરજનોનું રોળાઈ રહ્યું છે. રોડ સ્વિપર મશીનનો ઉપયોગ આ માર્ગ પર થતો નથી.
રવિવારે મહાત્મા ગાંધીરોડની બંને તરફ સફાઈના અભાવે કચરો અને ઢગલા જોવા મળ્યા હતા. બારડોલી નગર સ્વચ્છતા બાબતે સારું નામ ધરાવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગાંધીરોડની યોગ્ય સફાઈ કરવામાં પાલિકા નિષ્ફળ જોવા મળી રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ સફાઈને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. ત્યારે શાસકોએ ગાંધીરોડની સ્વચ્છતા બાબતે ધ્યાન રાખવામાં આવે એવું નગરજનો ઈચ્છા રાખી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.