આરોગ્ય સુવિધા:માંડવીના સરકારી દવાખાનામાં 60 લાખના ખર્ચે તૈયાર થયેલા ઓક્સિજન પ્લાન્ટનું સાંસદના હસ્તે લોકાર્પણ

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
માંડવીમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરતાં સાંસદ પ્રભુભાઈ વસાવા. - Divya Bhaskar
માંડવીમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરતાં સાંસદ પ્રભુભાઈ વસાવા.
  • અગાઉ 250 આઈપીએમ પછી બીજો 500 આઈપીએમની સુવિધાનો શુભારંભ

માંડવી તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટમલાં કોરોનાકાળની બીજી લહેર સમયે ઓક્સિજન પ્લાન્ટની શરૂઆત કર્યા બાદ સંભવિત આફતને પહોંચી વળવા હાથ ધરાયેલી કામગીરીના ફળસ્વરૂપે ઓક્સિજન પ્લાન્ટની વધુ ક્ષમતાનો પ્લાન્ટ સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે શરૂ કરાયો હતો.

સાંસદ પ્રભુભાઈ વસાવાએ અંદાજિત 60 લાખના ખર્ચે શરૂ કરાયેલા અદ્તન ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર જન આરોગ્ય અંગે સતત ચિંતિત છે. અને છેવાડાના માનવીનો વિચાર કરી સ્થાનિકકક્ષાએ તમામ સુવિધાઓ માટે કટિબદ્ધ છે. માંડવી ખાતે એમડી એમએચ ડોક્ટર તથા ટેકનિશિયનો અને નર્સ સહિતના પૂરતા સ્ટાફ તથા તેમની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગીતાબહેન પટેલ, નગર પાલિકા પ્રમુખ રેખાબેહન વશી, નગર સંગઠન પ્રમુખ નટુભાઈ રબારી, માંડવી તાલુકા સંગઠન પ્રમુખ દિનેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...