માંગણી:કોરોનામાં બંધ થયેલા રૂટ ફરી શરૂ કરવામાં નહીં આવે તો આંદોલન

કડોદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી વાહનનો સહારો લેતા આર્થિક ભારણ

બારડોલી તાલુકાના મઢી ગામેથી ઉપડતી અને વાયા મઢી થઈને જતી બસનો કારણે મઢી પંથકના લોકો માટે નોકરી, ધંધા, શિક્ષણ માટે રાહત હતી. પરંતુ કોરોનાકાળમાં એસટી રૂટો બંધ કરી દેવામાં આવ્યા હતાં. જે ફરીથી શરૂ ન કરતાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં ડેપો મેનેજર દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતાં નથી. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છતા કોઈ પરિણામ ન મળતાં હવે આંદોલનનો માર્ગ અપવનાવવા સ્થાનિક જનતા વિચારી રહી છે.

હાલમાં વધતી જતી મોંઘવારીએ સામાન્ય મણસની કમ્મર તોડી નાંખી છે. તમામ વસ્તુઓના ભાવ વધારાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે એસટી બસમાં મુસાફરી કરતા નોકરિયાત વર્ગ કે મજૂર વર્ગને પૂરતા પ્રમાણમાં એસટીની સુવિધા ન મળતાં તેઓ ખાનગી વાહનોનો સહારો લેતા તેનું આર્થિક ભારણ પડી રહ્યું છે. બારડોલી તાલુકાના મઢી ખાતેથી ઉપડતી અને વાયા મઢી થઈને જતી બસો કોરોનાકાળમાં બંધ થયા બાદ ફરી શરૂ ન કરતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

જેમાં રોજિંદા બારડોલી, જોળવા, તાંતીથૈયા, કડોદરા, સુરત અપડાઉન કરનાર નોકરિયાત અને વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસના રૂટો ફરી શરવા માટે બારડોલી, માંડવી, સુરત ડેપોમાં અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈ યોગ્ય ઉકેલ લાવી શક્યા નથી. જેથી મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન ન થતાં હવે મુસાફરો અને સ્થાનિલ જનતા આંદોલનની ચીમકી ઉચ્ચારી રહી છે.

આ રૂટો શરૂ કરવા મુસાફરોની મા ગ

  • બારડોલીથી 9.00 કલાકે ઉપડતીકડો, મઢી, બાજીપુરા - વ્યારા સોનગઢ સુધી એક ટ્રીપ શરૂ કરવી
  • મઢીથી સવારે 6.00 કલાકે ઉપડતી ઈન્ટરસીટી મઢી-કડોદ, બારડોલી- સુરત ફરી શરૂ કરવી
  • સુરતથી બપોરે 1.30 કલાકે ઉપડતી લોકલ સુરત -કડોદરા - બારડોલી - કડોદ - મઢી પુનઃ શરૂ કરવી
  • માંડવીથી મઢી માણેકપોર સુરત સવારે 9.15 કલાકે આવતી હતી
  • મઢી, માણેકપોર સુરત 12.45 કલાક શરૂ કરવી
  • સુરત – મઢી રાત્રે 10.30 કલાકે સુરતથી ઉપડી મઢી આવતી
અન્ય સમાચારો પણ છે...