લમ્પી સામે પશુ વિભાગ સાબદો થયો:બારડોલી તેમજ કામરેજની ગૌશાળામાં 9, 435થી વધુ પશુઓનું વેક્સિનેશન કરાયું, અગમચેતીનાં ભાગે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા

બારડોલી11 દિવસ પહેલા
  • પશુઓમાં બારડોલી પશુ પાલન વિભાગ દ્વારા તકેદારીના ભાગ રૂપે રસીકરણ શરૂ કરાયું

લમ્પી વાયરસના પગલે હજારો મુંગા પશુઓના મોત નીપજ્યા છે. ત્યારે સુરત જિલ્લાનું બારડોલી પશુ વિભાગ સાબદું બન્યું છે. તાલુકાના ગામોમાં તકેદારીના ભાગરૂપે વેક્સિનેશનની શરૂઆત કરાઈ છે. મોતા ગામે આવેલી ગૌશાળા ખાતેથી વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી અને પહેલા દિવસે 500થી વધુ પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

બારડોલી તાલુકો કે સુરત જિલ્લામાં એક પણ લમ્પી વાયરસનો કેસ સામે આવ્યો નથી
પશુઓમાં જોવા મળતા લમ્પી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે અને લમ્પી વાયરસના હાહાકાર વચ્ચે હજારો મૂંગા પશુઓ મોતને ભેટ્યા છે. પશુઓ માટે આ વાયરસ જીવલેણ બની રહ્યો છે. ત્યારે સુરત જિલ્લામાં પણ પશુપાલકોમાં ચિંતાનાં માહોલ વચ્ચે પશુ વિભાગ સાબદું બન્યું છે. વાત કરીએ સુરત જિલ્લાના બારડોલીની તો બારડોલી પંથકમાં પણ મોટા પ્રમાણમાં પશુપાલનની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો જોડાયેલા છે. ત્યારે પંથકમાં પશુઓમાં બારડોલી પશુ પાલન વિભાગ દ્વારા તકેદારીના ભાગ રૂપે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. પશુ ચિકિત્સકો દ્વારા ગામે ગામ જઈ વેક્સિનેશનની શરૂઆત કરી દેવામાં આવી છે.

બારડોલી પશુ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી
​​​​​​​બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોતા ગામથી પશુ વિભાગ દ્વારા વેક્સિનેશનની શરૂઆત કરાઈ છે. તાલુકાના ગામોમાં એવા વિસ્તારો કે જ્યાં ગૌ શાળા તેમજ પાંજરાપોળ આવેલા છે. મોટા સમૂહમાં પશુઓ રહે છે. ત્યાં જ ખાસ તકેદારીના ભાગ રૂપે બારડોલી પશુ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ બારડોલી તાલુકો કે સુરત જિલ્લામાં એક પણ લમ્પી વાયરસનો કેસ સામે આવ્યો નથી. પરંતુ ગ્રામ્ય વિસ્તારના પશુઓ લમ્પી વાયરસની ઝપેટમાં નહીં આવે તે માટે સંબંધિત વિભાગ દ્વારા તમામ ગામોમાં કામગીરી કરવામાં આવશે.

કામરેજ થારોલીનાં પાંજરાપોળમાં 8935 પશુઓનું વેક્સિનેશન કરાયું
હાલ લમ્પી વાયરસના કારણે ખાસ કરીને ગૌશાળામાં બહારથી આવતા પશુઓને જો લમ્પી વાયરસના લક્ષણો હોય તો અનેક પશુઓને તેની અસર થશે. જે બાબતે તકેદારી રાખતા કામરેજના થારોલી પાંજરાપોળમાં સંચાલકો દ્વારા સાવચેતીના ભાગરૂપે બહારથી આવતા પશુઓને લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પશુ વિભાગના સતત મોનીટરીંગ વચ્ચે 8935 પશુઓને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. વધુમાં અગમચેતીનાં ભાગરૂપે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...