તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી ફ્લેશબેક 2020:મુશ્કેલીમાં મુકાયેલા 66 હજારથી વધુ લોકોના પેટની આંતરડી ઠારી, બ્લડની તંગી પડી તો રક્તદાન પણ કર્યું

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીમાં અચાનક લોકડાઉન જાહેર થતા ગરીબ પરિવારની હાલત એકદમ દયનિય બની હતી. લોકડાઉનના દિવસો વધતા ગરીબ પરિવાર માટે પેટનો ખાડો પુરવો અઘરો થયો હતો. આવા સમયે બારડોલીમાં આઈ.એમ.હ્યુમન ચેરીટેબલ ટ્રસ્ટની સેવા શરૂ કરી હતી.

ટ્રસ્ટના હર્દિપ પટેલના જણાવ્યા મુજબ જે સતત 100 દિવસ ચાલી હતી. 70 સભ્યો હોવા છતાં કોવિડના કારણે માત્ર 8 સભ્યને મંજૂરી મળતા ટીમ બનાવી નગરના સ્લમ વિસ્તારો, પગપાળા જતા પરપ્રાંતિય રાહદારીઓની પેટની આતરડી ઠારવાનું કામ કર્યું હતું. 66,000 લોકોને જમાડ્યા હતા, ગરીબ પરિવારને 3800 રાશનકીટનું વિતરણ કર્યું હતું. વધુમાં કોરોના સમયે લોકડાઉનમાં બ્લડની તંગી થતા, આ સમયે બ્લડકેમ્પ કરી લોહીના 311 યુનિટ ભેગા કર્યા હતા. સાથે લોકોની સલામતી માટે માસ્ક અને સેનેટાઈજર પણ સતત વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાની સેવાયજ્ઞ આજે પણ અવિરત ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો