તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:બારડોલીમાં હોળીની જાહેર રજાના દિવસોમાં 5 કરોડથી વધુના દસ્તાવેજોની નોંધણી થઈ

બારડોલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કચેરીમાં દસ્તાવેજ નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યૂટીની આવક
 • રજાના દિવસમાં 22 લાખથી વધુની આવક થઈ, 88 દસ્તાવેજની નોંધણી

બારડોલી તાલુકા મામલતદાર કચેરીમાં આવેલી સાબરજિસ્ટ્રાર કચેરી સરકારના આદેશ મુજબ માર્ચ મહિનામાં હોળીની રજાના દિવસોમાં પણ ચાલુ રાખવાના આદેશ મુજબ કાર્યરત રહી હતી, જેમાં હોળીની રાજાના ત્રણ દિવસોમાં કચેરીમાં વિવિધ મિલકતોના 88 જેટલા દસ્તાવેજો નોંધાયા હતા. જેમાં સ્ટેમ્પ ડ્યૂટી અને દસ્તાવેજ નોંધણી ફી મળી કુલ 22,61,980 રૂપિયાની આવક કરી હોવાનું જાણવા મળે છે.

માર્ચ મહિનાના આખર દિવસોમાં આવતી હોળીની રજાઓ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અપાયેલ સૂચનાને લઈ તમામ તાલુકા મથકે આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ રાખવામા આવી હતી. આ ત્રણ દિવસની રજા દરમિયાન બારડોલી મામલતદાર ઓફિસમાં આવેલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં એ 5,23,58,588 રૂપિયાની કુલ કિંમતોના અલગ અલગ પ્રકારની મિલકતોના કુલ 88 દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી અને જે નોંધણી પૈકી માત્ર રજાના 3 દિવસોમાં બારડોલી તાલુકા સબ રજીસ્ટ્રાર કચેરીમાં રૂપિયા 22,61,980 રૂપિયાની આવક થઈ હતી.

દસ્તાવેજોમાં વપરાતા સ્ટેમ્પની ડ્યુટીના રૂપિયા 18,01,650 તો દસ્તાવેજની નોંધણી ફીના રૂપિયા 4.60,330 રૂપિયા મળી 22,61,980ની આવક થઈ હોવાનું જાણવા મળે છે. હાલ કોરોના મહામારીને લીધે મંદીનો માહોલ હોવાની ચર્ચાઓ વચ્ચે પણ બારડોલી તાલુકામાં વિવિધ મિલકતોના 5 કરોડથી વધુની રકમના 88 જેટલા વેચાણ દસ્તાવેજો માત્ર રજાના દિવસોમાં જ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો