મેઘ મહેર:બારડોલી-મહુવા તાલુકામાં 2 કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 3 તાલુકાને બાદ કરતાં અન્ય 6માં મેઘમહેર

સુરત જિલ્લામાં મંગળવારે મેઘ મહેર યથાવત રહી મંગળવારે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં બારડોલી અને મહુવામાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો તો માંડવી અને પલસાણામાં 1 ઇંચ વરસાદ પડ્યો હતોે. ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીં બારડોલી 57 મિમી, ચોર્યાસી 9 મિમી, કામરેજ 12 મિમી, મહુવા 67 મિમી, માંડવી 22 મિમી, પલસાણા 22 મિમી ત્રણ તાલુકાને બાદ કરતાં જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો.

જિલ્લામાં 16મી સુધી વરસાદની આગાહી
કડોદ : સુરત જિલ્લામાં આગામી દિવસ વાદળછાયા વાતાવરણ સાથે ભારે વરસાદની શક્યતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જાણવા મળે છે. વરસાદ અને પવનને કારણે તાપમાન પણ 25 ડિગ્રીની આજુબાજુ રહેશે, જ્યારે પવન 14 કિમીની ઝડપા ફૂંકાશે. 16મી સપ્ટેમ્બર પછી વરસાદનું જોર ઘટશે. જિલ્લા કૃષિ હવામાન એકમ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મળતી માહિતી અનુસાર પાંચ દિવસમાં જિલ્લામાં વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે. 19મી સપ્ટેમ્બર સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે.

ડોલવણમાં 1, વ્યારામાં અડધો ઈંચ
વાલોડ : તાપી જિલ્લામાં ધમાકેદાર મેઘરાજાએ એન્ટ્રી કરતાં ઠેર ઠેર ઝાપટાં પડ્યાં હતાં. જિલ્લાના 7 તાલુકાઓમાં સવારે 6 વાગ્યેથી સાંજે 6 વાગ્યા સુધીમાં તાપી ડિઝાસ્ટર કંટ્રોલરૂમ પરથી મળતી માહિતી મુજબ વાલોડ 09 એમ એમ સોનગઢ 07 એમ એમ, કુકરમુંડા 01એમ એમ ઉચ્છલ 02 એમ એમ અને નિઝરમાં 04 એમ એમ વ્યારામાં 14 એમ એમ જ્યારે ડોલવણ 21 એમ એમ છેલ્લા બાર કલાકમાં સારો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...