સેવાકીય પ્રવૃતિ:150થી વધુ બાળકોએ ખર્ચા પર કાપ મૂકી 350 વિદ્યાર્થીઓને દીવાળી ગિફ્ટ આપી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દીવાળીએ પ્રાથમિક શાળાના બાળકો માટે વસ્ત્રો અને પગરખાની સહિતની ગિફ્ટ કિટનું વિતરણ કરવામાં આવ્યું - Divya Bhaskar
દીવાળીએ પ્રાથમિક શાળાના બાળકો માટે વસ્ત્રો અને પગરખાની સહિતની ગિફ્ટ કિટનું વિતરણ કરવામાં આવ્યું
  • અનેક પ્રાથમિક શાળામાં વસ્ત્રો,પગરખા સહિતની કિટનું વિતરણ કરવામાં આવ્યું

બારડોલીની સેવા ગ્રામ ચેરીટેબલ ટ્રસ્ટ અને કૌશલ ક્લાસીસે એક સેવાકીય પ્રવૃતિનું આયોજન કરાયું હતું. ક્લાસીસના 150 થી વધુ બાળકોએ પોતાના દિવાળીના ખર્ચા પર કાપ મૂકીને પ્રાથમિક શાળાના બાળકો માટે વસ્ત્રો તેમજ પગરખાની વ્યવસ્થા કરાઈ હતી. અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દિવાળીના તહેવારમાં જરૂરી કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ક્લાસીસમાં વિદ્યાર્થીઓએ પોતાના દિવાળીના ખર્ચમાં કાપ મૂકી જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર તહેવારમાં ખુશી લાવવાનો ખૂબ જ સરાહનીય કામ કરવામાં આવ્યું હતું.

દિવાળીનો તહેવારની ઉજવણી માટે દરેકને ઇન્તજારી રહેતી હોય છે. બજારમાં ખરીદી કરવા સહિતની દરેકની ઈચ્છા હોય છે. ત્યારે બારડોલીના એક ખાનગી ક્લાસીસમાં આવતા બાળકોએ તહેવારની અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. આ વખતે સેવાગ્રામ ચેરીટેબલ ટ્રસ્ટ અને કૌશલ ક્લાસીસ મળીને બારડોલીની સ્ટેશન રોડ , ગોટાસા, તેમજ બમરોલી ગામે આવેલી પ્રાથમીક શાળાઓમાં એક જાગૃતિ સભર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કોચિંગ કલાસના 150 જેટલા બાળકોએ ચાલુ વર્ષમાં દિવાળી માટે પોતે કરેલ ખરીદીમાંથી થોડો કાપ મૂક્યો હતો.અને ઓછી ખરીદી કરીને થોડા કપડાઓ બાળકોએ ભેગા કર્યા હતા.

અને પોતે દિવાળીની ખરીદીમાંથી બચાવેલ પૈસામાંથી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં જરૂરી કપડાં તેમજ બુટ અને ચંપલનું નાના નાના ભૂલકાઓને વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા સાથે જોડાયેલા હોદ્દેદારો તેમજ વિદ્યાર્થીઓએ જાતે ઉપસ્થિત રહીને 350 થી વધુ વિદ્યાર્થીઓને જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું .

એક કીટ લગભગ 750 રૂપિયાની તૈયાર થઈ હતી. જે તમામ કિટો બાળકોને દિવાળી સમયે વિતરણ કરવામાં આવતા તેઓના મોઢા પર પણ સ્મિત જોવા મળ્યું હતું. અને કોચિંગ કલાસના વિદ્યાર્થીઓ તેમજ સંચાલકોએ અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરીને સમાજને પણ એક અનોખો સંદેશ પાઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...