આયોજન:150થી વધુ બારડોલીવાસીઓએ ઉત્સાહભેર સાઇકલિંગ કરી ઉજવ્યો ‘વિશ્વ સાઇકલ દિવસ’

બારડોલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરમાં આયોજન સાઇકલ રેલીમાં જોડાયેલા નગરજનો. - Divya Bhaskar
બારડોલી નગરમાં આયોજન સાઇકલ રેલીમાં જોડાયેલા નગરજનો.
  • 7.5 કિલોમિટરની સાઇકલ રેલીનું બારડોલી સ્વરાજ આશ્રમથી પ્રસ્થાન કરાયું

વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે બારડોલી ખાતે નહેરુ યુવા કેન્દ્ર સંગઠન તેમજ રમત ગમત મંત્રાલય દ્વારા સાઇકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું 150 થી વધુ યુવા તેમજ બાળકોએ ભાગ લીધો હતો. બારડોલી લોકસભાના સંસદ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતો.

3 જુન વિશ્વ સાઇકલ દિવસ છે અને જેને લઇ આખા દેશમાં નહેરુ યુવા કેન્દ્ર તેમજ રમત ગમત મંત્રાલય દ્વારા દેશમાં 75 જગ્યા પર સાઇકલ રેલીનું આયોજન કરવમાં આવ્યું હતું જે પેકી સરદાર ભૂમિ બારડોલીમાં પણ આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું 150 થી વધુ સાયકલીસ્ટ રેલી માં જોડાયા હતા.

સાથે બારડોલીના સંસદ પ્રભુ વસાવા પણ જોડાયા હતા હાલ દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે વિશ્વને પર્યાવરણ ના સંદેશ આપવા દેશ ભરમાં સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ,બારડોલી સ્વરાજ આશ્રમ થી શરુ થયેલી રેલી 7.5 કિલોમીટર સુધી રાખવામાં આવી હતી.

સાયકલ રેલીમાં બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા સાથે સાથે બારડોલીના પ્રાંત અધિકારી આઈ એ એસ ઓફિસર સ્મિત લોઢા આઈ પી એસ અધિકારી બરખા જૈન પણ પ્રોત્સાહન આપવા માટે રેલીમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...