તાતના સપના તાઉતે તાણી ગયું:સુરત જિલ્લામાં 14084 હેક્ટરથી વધુ બાગાયતી પાક થયો તબાહ, સૌથી વધુ ડાંગર અને કેરીના પાકને ફટકો

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેળની ખેતીમાં પણ વાવાઝોડુંના કારણે મોટું નુકસાન પહોંચ્યું છે. માત્ર કામરેજ તાલુકામાં 250 એકરનો કેળનો પાક ધરાશય થતાં 12.25 કરોડનું નુકસાન - Divya Bhaskar
કેળની ખેતીમાં પણ વાવાઝોડુંના કારણે મોટું નુકસાન પહોંચ્યું છે. માત્ર કામરેજ તાલુકામાં 250 એકરનો કેળનો પાક ધરાશય થતાં 12.25 કરોડનું નુકસાન
  • લણણીના સમયે જ વાવાઝોડું ત્રાટકતા કરોડોનું નુકસાન

સુરત જિલ્લામાં મંગળવારે તાઉતે વાવાઝોડાની અસરથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 8 તાલુકામાં 12 બાગાયતી ખેતી પાકમાં 14,084 હેક્ટરમાં નુકસાનનો અંદાજ છે. પાકના નુકસાન અંગે બુધવારથી 41 ટીમ સર્વેની કામગીરી શરૂ કરી છે. સંપૂર્ણ સર્વે બાદ જ નુકસાનનો સાચો આંકડો જાણી શકાશે. સૌથી વધુ ડાંગર 6067 હેક્ટરમાં નુકસાન હોવાનું ખેતીવાડી વિભાગ જણાવે છે.

મહુવા તાલુકાના કાછલ ગામે ખેતરમાં મુકેલો ડાંગરનો તૈયાર પાક વરસાદમાં પલળી ગયો
મહુવા તાલુકાના કાછલ ગામે ખેતરમાં મુકેલો ડાંગરનો તૈયાર પાક વરસાદમાં પલળી ગયો

જિલ્લા ખેતીવાડી વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ કુલ 12 બાગાયતી પાકોમાં બારડોલી 1050 હેકટર, મહુવા 3093 હેકટર, કામરેજ 2150 હેકટર, માંડવી 654 હેકટર, ઓલપાડ 5138 હેકટર, પલસાણા 537 હેકટર, ઉમરપાડા 392 હેકટર અને માંગરોળ 1070 હેકટર મળી કુલ 14,084 હેકટર નુકસાન અંદાજવામાં આવી રહ્યો છે.

સૌથી વધુ ડાંગર બાદ કેરીનો પાક 3063 હેકટર નુકશાન થયું છે. કેળનો પણ તૈયાર પાક ઢળી પડતા 2054 હેક્ટરમાં નુકસાનનો અંદાજ છે. અન્ય પપૈયા, શાકભાજીના પાકમાં પણ મોટું નુકશાન થયું છે. ત્યારે ફાઇનલ સરવે બાદ નુકસાનીનો આંકડો હજી વધવાની શક્યતા સેવાઇ રહી છે.

સરકારી સરવે મુજબ વિવિધ તાલુકામાં થયેલું નુકસાન (નુકસાનના આંકડા હેક્ટરમાં)

પાકબારડોલીમહુવાકામરેજમાંડવીઓલપાડપલસાણાઉમરપાડામાંગરોળ
ડાંગર20089355444500--375
કેળ25030132014519262325
પપૈયા14142610414211
મગ76422105839-50135
તલ4-20117124-85
કેરી260211-217185-58132
શાકભાજી24639556357-114270
અડદ--5----6
મકાઈ--25-12-7615
મગફળી--47--8516
શેરડી--60-----
ફળપાકો--330--261--
અન્ય સમાચારો પણ છે...