તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કેવડીથી વધુ 1 બોગસ ડોક્ટરને ઝડપી પડાયો, દવા સહિત 5 લાખનો મુદ્દામાલ જપ્ત

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ઉમરપાડા તાલુકાના કેવડી ગામેથી લોકોની જિંદગી સાથે ચેડાં કરનાર બોગસ તબીબને કંટ્રોલ રૂમને મળેલ માહિતીને આધારે પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દવા અને અન્ય ચીજો મળી કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઘટના અંગે પોલીસના જણાવ્યા મુજબ સુરત કંટ્રોલ રૂમથી ઉમરપાડા પોલિસને જાણ કરેલ ઉમરપાડાનાં કેવડી ગામે કુંભાર ફળિયામાં રહેતા મિહિરકુમાર પ્રફુલભાઈ વિશ્વાસ મેડિકલ પ્રેકટીશના લાઈશન્સ વગર વિશ્વાસ ક્લિનિક નામનું દવાખાનું ગેરકાયદે ચલાવી લોકોની જિંદગી સાથે ચેળા કરી રહ્યા છે, જે બાબતે તાલુકા આરોગ્ય અધિકારી જાણ કરતાં ઉમરપાડા પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો માર્યો હતો. મૂળ પશ્ચિમ બંગાળનો અને વગર પરવાનાએ દવાખાનું ચલાવતો બોગસ તબીબ મિહિર કુમાર ઝડપાઇ ગયો હતો.

સાથે જ પોલીસે દવા, સિરફ, ઈંજેક્સનો, મેડિકલ સાધનો મળી કુલ 5,19,956નો મુદ્દામાલ ઝડપી પાડી બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ઉમરપાડા પીએસઆઇ કે.ડી.ભરવાડે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...