તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સીમલથુ ગામ પાસે વાહન અડફેટે મોપેડ ચાલકનું મોત, ભાદોલનો યુવક નોકરીએ જતો હતો

બારડોલી19 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના સીમલથુ ગામ નજીક શનિવારે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ભાદોલ ગામે રહેતો એક શ્રમજીવી યુવક સુગરમાં પોતાની નોકરી પુરી કરી ઘરે પરત જવા નીકળ્યો ત્યારે એક અજાણ્યા વાહનના ચાલકે તેની મોપેડને ટક્કર મારી હતી. આ બનાવમાં ગંભીરઇજા પામેલા યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઓલપાડ તાલુકાના ભાદોલ ખાતે રહેતા ભાવેશભાઈ રમણભાઈ રાઠોડ (22) નામનો યુવક સાયણ સુગર ખાતે વોટરજેટ મશીન ચલાવવાની મજૂરીકામ કરી જીવનગુજરાન ચલાવતો હતો.ભાવેશ શુક્રવારે રાત્રીના સમયે પોતાનું મોપેડ GJ-05-SD-3899 લઈ સાયણ સુગર ખાતે પોતાના નોકરીના સ્થળે ગયો હતો.

ભાવેશ ત્યાંથી શનિવારે સવારે સાત વાગ્યાના અરસામાં પોતાનું મોપેડ લઈ પરત ભાદોલ ગામે જવા નીકળ્યો હતો અને એ સીમલથુ ગામની સીમ માંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે એક અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સામે થી આવી ભાવેશની મોપેડ ને ટક્કર મારી હતી અને જેથી ભાવેશ રોડ પર પટકાયો હતો અને એને માથામાં સહીત શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજા થઇ હતી

જયારે અકસ્માત સર્જનાર વાહનનો માલીક પોતાનું વાહન લઈ નાસી ગયો હતો.આ બનાવમાં ગંભીર ઇજા પામેલા ભાવેશ રાઠોડને સારવાર મળે એ પહેલા જ સ્થળ પર મોત થયું હતું.આ બનાવ અંગે કિમ પોલીસ મથકે ઠાકોરભાઈ રાઠોડે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો