પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં ને.હા.-48 ઉપરથી પસાર થઈ રહેલ મોપેડ સવાર યુવાનને એક ટ્રેલરના ચાલકે અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. મળતી માહિતી અનુસાર પલસાણા ચાર રસ્તા મેઘાપ્લાઝા ખાતે રહેતા પ્રિતેશ અશોકભાઇ જોષી નાઓ કે જે પલસાણા ડીસ્પેનરીમાં મેલ નર્સ તરીકે નોકરી કરે છે.
તેઓ ગતરોજ રાત્રિના સમયે એક્સેસ મોપેડ નંબર (GJ-05-KX-5573) લઈ ચલથાણ ગામની સીમમાં ને.હા-48 ઉપર પ્રિન્સ હોટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પૂરઝડપે હંકારી આવેલ એક ટ્રેલર નંબર (GJ-12-BT-8085) ના ચાલકે મોપેડને પાછળથી ટક્કર મારી હતી.
સર્જાયેલા અકસ્માતમાં મોપેડ સવાર યુવાન નીચે પટકાતાં તેને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.