ગુમ:ઓફિસે જવાનું કહી નીકળેલી નવાગામની યુવતી ગુમ

બારડોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાના નવાગામ ખાતે રહેતી 20 વર્ષીય યુવતી ઘરેથી ઓફિસે જવાનું કહી પરત ન આવતાં યુવતીના પિતાએ ગુમ જાણવા જોગ ફરિયાદ કામરેજ પોલીસમાં કરી છે.

કામરેજ તાલુકાના નવાગામ ખાતે રહેતી નિશાકુમારી વિઠ્ઠલભાઇ કોટડીયા (20) (રહે. નવકાર રેસીડેન્સી બિલ્ડીગ નં- જે રૂમ નં-403 નવાગામ તા.કામરેજ જી.સુરત મુળ રહે. શેડુભારગામ તા.જિ.અમરેલી)નાઓ 9 નવેમ્બરના રોજ સવારના 8.00 વાગ્યાના સુમારે પોતાના ધરે થી દેવીકુર્પા સોસાયટી નાના વરાછા સુરત શહેર ખાતે ઓફીસ ઉપર જાવ છું તેમ કહી નીકળી હતી. જે પરત ન આવતાં પરિવારે સંગાસંબધીમાં તથા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવા છતા આજદિન સુધી પરત આવેલ ન હોય જેથી યુવતીના પિતાએ નિશા ગુમ થયા અંગેની ફરિયાદ આપી છે. નિશાની ઉચાઈ આશરે 5.3 ફૂટ છે. પાતળા બાંધાની રંગે ગોરા વર્ણની, મોઢુ ગોળ છે, તેણે શરીરે કાળા કલર નો ડ્રેસ તથા કમરે સફેદ કલર ની લેગીસ પેહેરેલ છે, તથા ચેહરા ઉપર સફેદ દુપટો બાંધેલ છે.

અન્ય સમાચારો પણ છે...