પત્ની પર શંકા:માંગરોળ તાલુકાના મોસાલી પિયરમાં રહેવા આવેલી પરિણીતા ગુમ

વાંકલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના મોસાલી ગામે પિયરમાં પિતાને ત્યાં રહેવા આવેલી પરિણીતા ગુમ થતા પતિએ પત્ની ગુમ થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી પ્રેમી સાથે ભાગી ગયાની શંકા વ્યક્ત કરી છે. મોસાલી ગામે રહેતા સજાઉદીન સદરૂદીન પઠાણની પુત્રી હિનાના લગ્ન આજથી 14 વર્ષ પહેલા સુરત ખાતે રહેતા મહંમદ ઝુબેર મલેક સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન બે સંતાનો છે.

પત્નીના થોડા દિવસ પહેલા મોસાલી ખાતે પિયરમાં સુરતથી આવી હતી તારીખ 31ના રોજ 6:00 કલાકે હિના ઘરના સભ્યોને કોઈપણ જાતની જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગઇ હતી. તમામ જગ્યાએ શોધખોળ આદરી હતી, પરંતુ ક્યાંય પત્તો નહી લાગતા આખરે માંગરોળ પોલીસ મથકમાં પતિ મહંમદ ઝુબેર મલેક દ્વારા ગુમ થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હિના છેલ્લા એક વર્ષથી સુરત રહેતા સૈયદ રજા નામના ઈસમ સાથે પ્રેમસંબંધ ધરાવતી હતી, આ બાબતે સૈયદને ઠપકો પણ આપવામાં આવ્યો હતો, અને સાસરી અને પિયરપક્ષે હીનાને પ્રેમ સબંધ નહીં રાખવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...