ઉદ્યોગ, સહકાર, વન-પર્યાવરણ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ) બારડોલીના ઈસરોલી ખાતે સેતુ ફાઉન્ડેશન દ્વારા રૂ.૩૩ કરોડના ખર્ચે નિર્માણાધીન વિવિધ અત્યાધુનિક CNC મશીનરી ધરાવનાર કોમન ફેસિલિટી સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીં સેતુ ફાઉન્ડેશનના સ્થાપક, ડાયરેકટર અને ચેરમેન સાથે પ્રોજેક્ટ અને વિવિધલક્ષી કામગીરી અંગે વિમર્શ કર્યો હતો.
કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી અને MSME અંતર્ગત સ્થાપિત થનાર આ સેન્ટરનો હેતુ નાના ઉદ્યોગકારોને મદદ અને એન્જિનિયરીંગ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને તાલીમ પૂરી પાડવાનો છે, જેમાં તેમજ આ શાખાના અલગ અલગ ૫૦ પ્રકારના કોર્ષ શરૂ કરાશે. જેમાં અત્યાધુનિક મશીનરીના સંચાલન અને અન્ય તાલીમ અપાશે. અહીં પ્રોડક્ટ/પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ, ડિઝાઈન, સ્કીલ ડેવલપમેન્ટ, મટિરીયલ ટેસ્ટીંગ અને હીટ ટ્રીટમેન્ટ સેન્ટર પણ શરૂ થશે.
આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર મિતેશભાઈ લાડાણી, સેતુ ફાઉન્ડેશનના ચેરમેનશ્રી હેતલભાઈ મહેતા, ડાયરેક્ટરઓ, સ્ટાફના સભ્યો, એન્જિનિયરીંગ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.