તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુંવરદામાં સ્ટાર પ્રોફાઈલ ફેક્ટરીમાં વીજચોરી બાબતે કોસંબા પોલીસમાં વીજકંપનીના ડે. ઈજનેરે ફરિયાદ કરી હતી. કોસંબા પોલીસે કંપની સાથે ભેગા મળીને પેન્ડિંગ યુનિટ રાખી વીજ ચોરીના કૌંભાડમાં મીટર રીડરની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. સ્ટાર પ્રોફોઈલના માલિકે આગોતરા કરી હતી, જેની સુનાવણીમાં પીપી પરડીવાલાએ રજૂઆત કરતા નામંજૂર થઇ હતી.
દ. ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે 27 જુલાઈએ કુંવરદા ગામે સ્ટાર પ્રોફાઈલ કંપનીમાં વીજ ચેકિંગ દરમિયાન 47000થી વધુ પેન્ડિંગ યુનિટ ઝડપી પાડ્યા હતાં. જિલ્લામાં અનેક જગ્યાએ પેન્ડિંગ યુનિટ અને મીટર બગડેલા મળતાં ફેક્ટરી માલિકો અને મીટર રીડરો ભેગા મળી યુનિટ પેન્ડિંગ રાખી વધુ પ્રમાણમાં યુનિટ ભેગા થયા બાદ મીટરને ક્ષતિગ્રસ્ત કરી વીજ ચોરી થતી હોવાની ગંધ વિજિલન્સ ટીમને આવી હતી. જેમાં મીટર રીડરોની શંકાસ્પદ ભૂમિકા હોવાનો ખુલાસો થયો હતો. મીટર રીડરોએ ફેક્ટરી માલિકો પાસેથી રૂપિયા લઈને યુનિટ પેન્ડિગ રાખતા હોવાની કબૂલાત કરી હતી, જેને આધારે કોસંબા સબ ડિવિઝનના ડે. ઈજનેર પી. કે. ચૌધરી દ્વારા કોસંબા પોલીસમાં ફરિયાદ કરી હતી. જેમાં સ્ટાર પ્રોફાઈલ સંચાલક જે. કે. કીકાણીએ મીટર રીડર અશોક પરમાર, પરેશ પરમાર અને શાહીદ મીર્ઝા સામે ગુનો નોંધાયો હતો. પોલીસે અશોક પરમારની ધરપકડ કરી હતી. સ્ટાર પ્રોફાઈલના સંચાલક જે. કે. કીકાણીએ આગોતરા જામીન અરજી કરી હતી. જે નામંજૂર થઇ હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.