અસ્થિર મહિલાને અભયમની ટીમે આશ્રય આપ્યું:ઔરંગાબાદથી માનસિક રીતે બીમાર મહિલા ટ્રેનમાં બેસી બારડોલી પહોંચી, 181 અભયમની ટીમે પરિવારને શોધવાની તજવીજ હાથ ધરી

બારડોલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના ડુંગરી ગામમાં એક માનસિક રીતે અસ્વસ્થ મહિલા જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ટ્રેનમાં બેસી મહારાષ્ટ્રથી નીકળી આવેલા માનસિક રીતે અસ્થિર મહિલાને 181 બારડોલીની અભયમની ટીમે મહુવા પહોંચી આશ્રય આપ્યું હતું. અને તેણીનાં પરિવારને શોધવાની તજવીજ હાથ ધરી છે.

મહિલાને આશ્વાસન આપી પૂછતાં તેઓએ મરાઠી ભાષામાં વાતચીત કરી
પ્રાપ્ત થતી માહિતી મુજબ મહુવા તાલુકાના ડુંગરીગામમાં એક માનસિક રીતે બીમાર મહિલા સવારે જોવા મળી હતી. જે મહિલા બાબતે એક જાગૃત નાગરિક દ્વારા 181 બારડોલી અભયમની ટીમને જાણ કરવામાં આવી હતી. 181 ની ટીમ તાત્કાલિક ડુંગરી ખાતે પહોંચી હતી. અને મહિલાને આશ્વાસન આપી પૂછતાં તેઓએ મરાઠી ભાષામાં વાતચીત કરી હતી. મહિલાને સરનામુ પૂછતાં તેઓ મહારાષ્ટ્રનાં ઔરંગાબાદના સરાથી ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. અને મહિલા માનસિક રીતે બીમાર હોઈ અને ટ્રેનમાં બેસી મહારાષ્ટ્રથી નીકળી મહુવા સુધી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. 181 ની ટીમ દ્વારા તેમના પરિવારને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે હાલ પરિવારની કોઈ માહિતી ન મળતા મહિલાને પ્રભુ સેવા ટ્રસ્ટમાં આશ્રય આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...