• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • Megho Meherban On Mahuva, Health Center In Kumkotar As Well As School Were Flooded With Water, Khetradi Road Was Demolished And Water Was Disposed Off.

કુમકોતર ગામ બેટમાં ફેરવાયું:મહુવા પર મેઘો મહેરબાન, કુમકોતરમાં આરોગ્ય કેન્દ્ર તેમજ શાળામાં કમરડૂબ પાણી ભરાયાં, ખેતરાડીનો માર્ગ તોડી પાણીનો નિકાલ કરાયો

બારડોલી2 મહિનો પહેલા
  • આયુષ્માન ભારત દવાખાનામાં પણ ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા
  • ગામ નજીક ખેતરાડીનો કોતર માર્ગ તોડી પાણીનો નિકાલ કરવા ફરજ પડી

સુરત જિલ્લાનાં મહુવા તાલુકામાં ઠેર ઠેર પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. મહુવા તાલુકાના કુમકોતર ગામમાં નદી વહેતી હોય એવા દ્રશ્ય સામે આવ્યા હતા. ભારે વરસાદને પગલે ગામમાં પાણીનો ભરાવો થયો હતો. ગામમાં કમરડૂબ પાણી ભરાતાં રહીશોની હાલત કફોડી બની હતી. ગામના ઘરોમાં તો ઠીક પરંતુ આરોગ્યને લગતી સેવાઓ પૈકી આયુષ્માન ભારત દવાખાનામાં પણ ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા હતા. જેથી ફરજ બજાવનારા કર્મચારીઓ પણ નીકળી ગયા હતા. તેમજ ગામમાં આવેલી શાળામાં પણ પાણી ભરાયાં હતાં.

કુમકોતર ગામમાં 2011નાં વર્ષમાં આવા દ્રશ્યો જોવા મળ્યા હતા
ગામના સ્થાનિકોએ આ અંગે પોતાની આપવીતી જણાવી હતી અને સને 2011ની સાલમાં આવા દ્રશ્યોનું આજે પુનરાવર્તન થતાં તેમણે જોયું હોય એમ જણાવ્યું હતું.

તંત્ર નહિ પહોંચતા ખેતરાડીનો માર્ગ તોડી પાણીનો નિકાલ કરાયો
મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ગામમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે તંત્ર ગામમાં નહીં પહોંચતા આખરે ગ્રામજનોએ પોતે જ પાણીનો નિકાલ કર્યો હતો. ગામ નજીક ખેતરાડીનો કોતર માર્ગ તોડી પાણીનો નિકાલ કરવા ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...