તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:8 દિવસના વિરામ બાદ સુરત જિલ્લાના 6 તાલુકામાં મેઘમહેર

બારડોલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ખેંચાતાં ચિંતિત ખેડૂતોના જીવમાં જીવ આવ્યો
  • સૌથી વધુ ચોર્યાસી તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ

સુરત જિલ્લામાં એક અઠવાડિયા કરતાં વધુ સમયથી વરસાદ ખેંચાતા ગરમીનું પ્રમાણ વધ્યું હતું તો જિલ્લાના ધરતી પુત્રોમાં ચિંતા વધી છે આજે 8 દિવસબાદ જિલ્લાના 6 તાલુકામાં વરસાદ વરસ્યો છે તો અન્ય તાલુકામાં હજી વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતિત જિલ્લા ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ સોમવારના રોજ સુરત જિલ્લાના બારડોલી ચોર્યાસી અને માંગરોળ તાલુકામાં વરસાદ નોંધાયો છે તો જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદ હજુ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જિલ્લાના ખેડૂતોને કોરોના કાળમાં પણ મોટું આર્થિક નુકશાન થયું છે.

તો હવે વરસાદ ખેંચાતા ખરીફ પાકોનું રોપાણ પણ ઓછું થયું છે તો રોપાયેલા વાવેતર પણ વરસાદ ખેંચાતા સીંચાઈના અભાવે સુકાઈ જવાનો ભય ખેડૂતોમાં રહેલો છે ત્યારે સોમવારે સવારે 6વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીમાં ચોર્યાસી તાલુકામાં 42 એમએમ વરસાદ થયો બારડોલી 12 એમએમ કામરેજ 5 એમએમ મહુવા 8 એમએમ માંગરોળ 13 એમએમ પલસાણા 9 એમ એમ 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે લાંબા સમય પછી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉપરાંત વરસાદ ખેંચાતા ચિંતિત બનેલા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...