માર્ગદર્શન બેઠક:માંડવી સરપંચ એસો.ની વહીવટી જાણ માટે બેઠક

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ કમેલશભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં તથા ઉપપ્રમુખ નટુભાઈ ચૌધરી, કલ્પનાબહેન ચૌધરી અને હિતેશભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સરપંચો માટે માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. માંડવી તાલુકા સરપંચ એસોસિયેશનનના પ્રમુખ કમલેશભાઈ ચૌધરીએ લોકશાહીના પ્રમથ સોપન ગ્રામ પચાંયતના પ્રથમ નાગરિકોનું હાર્દિક સ્વાગત કરી રાષ્ટ્રવિકસ સાથે સામાજિક ઉત્થાનમા સરપંચની મહત્વની ભૂમિકા અંગે માહિતી આપી હતી

વ્યારા તાલકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ કમલેશભાઈ ગામીત તથા રાષ્ટ્રીય સંગઠનના ગુજરાત કોર્ડિનેટર સોનાલી શ્રોફ દ્વારા સરપંચ તરીકેની ભૂમાકાનું મહત્વ સાથે સરકારની વિવધ યોજનાના અમલીકરણના અંગેની સમજણ સાથે ઉમેર્યુ હતું. કે ગ્રામ વિકાસ એટલે માત્રને માત્ર બાંધકામ એવું નથી, પરંતુ મામસના જન્મથી લઈ મરણ સુદીની સરકારની વિવિધ સહાયોની યોજના તથા તે મેળવવાની સરળતા અંગે વાકેફ કર્યા હતાં. આ પ્રસંગે જયેશભાઈ ચૌધરી (મંત્રી) તથા સન્મુખભાઈ (ચુડેલ) ધર્મેશભાઈ ચૌધરી (ઈસર), રમેશભાઈ વસાવા (મુંજલાવ) રસીકભાઈ ચૌધરી (પારડી) સહિત અનેક ગ્રામપંચાયતના સરપંચો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...