સાવચેતી:બારડોલીને કોરોના હોટસ્પોટ બનતું રોકવા તંત્ર એક્શનમાં

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી ગાઇડલાઇનનું પાલન કરાવાશે

સુરત જિલ્લા વહીવટી અધિકારી તાજેતરમાં ફેલાતા રોગને રોકવા માટે સક્રિયતા દાખવી છે. કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ફેલાઈ રહ્યો છે. કોવિડના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટરે દરેક તાલુકા અને નગરોમાં એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી લોકોને વેકસીન, માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ સહિતની ગાઈડ લાઈન બાબતે લોકોને એક વિક સતત સમજાવવના છે.

બારડોલી નગરપાલિકામાં પણ ચીફ ઓફિસર વિજય પરીખના સુપરવિઝન હેઠળ નગરમાં 8 રૂટ બનાવી પોલીસ અને પાલિકાના કર્મચારીની ટીમ હોસ્પિટલો સહિત દુકાનદારો, રાહદારીઓને સતત કોવિડ ગાઈડલાઈન અંગેની સમજુતી આપવામાં આવશે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવા, સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવા બાબતે સમજણ આપવામાં આવશે. રાહદારીઓને પણ આ જાગૃતિ બાબતે સમજાવવાનું કામ ટીમ સતત એક વિક સુધી કરશે. એન્ફોર્સમેન્ટ ટીમમાં પાલિકાનો 1 અને પોલીસનો 1 મળી, 2 સભ્યની ટીમ બનાવવામાં આવી છે. 8 રૂટ પર 16 કર્મચારીઓની ટીમ વધતા જતા રોગને નિયંત્રિત કરવા માટેની કામગીરી શરૂ કરશે.

નગરના આ 16 રૂટ પર કામગીરી કરાશે

  • સુરતી જકાતનાકા લીનીયર બસ સ્ટેશનથી અલંકાર સિનેમા સુધી (ગાંધી રોડ)નો વિસ્તાર
  • અલંકાર ટોકીઝથી અસ્તાન ફાટક સુધીનો વિસ્તાર
  • સ્ટેશન ચાર રસ્તાથી મુદિત પેલેસનો વિસ્તાર
  • મુદિત પેલેસથી સરદાર ચોક, પાલિકા બજાર શોપીંગ સેન્ટરનો વિસ્તાર
  • શાકભાજી માર્કેટ વિસ્તાર, લીમડાચોક
  • આચાર્ય તુલસી માર્ગનો વિસ્તાર
  • ધામડોદ નાકાથી રેસ્ટહાઉસ સુધીનો વિસ્તાર
  • આશાપુરી માતાના મંદિરથી અસ્તાન નાકા સુધી, શાસ્ત્રી રોડ વિસ્તાર.
અન્ય સમાચારો પણ છે...