તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:નેશનલ હેલ્થ મિશન હેઠળના આરોગ્ય કર્મીઓની સામૂહિક રાજીનામાની ચીમકી

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયથી માંગ ન સંતોષાતા વિરોધ કરવા કર્મચારીઓ મક્કમ
  • કોન્ટ્રાક્ટ બેઝ આરોગ્ય કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરી ફરજ પર હાજર

સમગ્ર રાજયમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કોન્ટ્રાક્ટ બેઝ પર લેવાયેલા આરોગ્ય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોનોની માંગ સાથે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરી ફરજ પર હાજર છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓની માંગ ન સંતોષાઈ તો આગામી 15 મેના રોજ સામૂહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે.

સાથે જ સામાન્ય લોકોને હાલાકી ન પડે તે માટે પોતાની સેવાઓ ચાલુ રાખશે.આ અંગે મળતી માહિતી અનુસાર નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ ગુજરાત દ્વારા વર્ષોથી પોતાના પગાર વધારા સહિતની માંગણીઓ સાથેજ અન્ય પડતર માંગણીઓ નોકરીની સુરક્ષા સાહિત્ન્નિ માંગણીઓની સતત રાજ્ય સરકાર દ્વારા અવગણના થતી હોવાનું જણાવી તા 12 મેથી 14 મે સુધી ફરજ પર કાળી પટ્ટી બાંધી ફરજ પર રહી વિરોધ પ્રદર્શન કરી પ્રશ્નોનો હકારાત્મક નિકાલ ન આવે તો સામૂહિક રાજીનામાં આપવાની ચીમકી ઉચ્ચારી છે.

સાથે જ કર્મચારીઓએ જણાવ્યુ કે કોરોના મહામારીમાં દોઢ વર્ષ દરમિયાન રજા લીધા વિના સતત પરિવારની કે પોતાની ચિંતા કર્યા વિના ફરજ પર હાજર રહ્યા છે છતાં સરકારે હાલમાં જરૂર મુજબ લીધેલ આરોગ્ય કર્મીને વધુ વેતન આપી ફરજ પર લીધા છે અને નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓની અવગણના કરવામાં આવી રહી છે અને જો અમારી માંગનો હકારાત્મક ઉકેલ ન આવે તો અમે સામૂહિક રાજીનામું આપી દર્દીઓને અગવડ ન પડે તેનું ધ્યાન રાખીશું વધુમાં જણાવ્યુ કે અમારી લડત સરકાર સાથે છે. સામાન્ય નાગરિકને અગવડ ન થાય એનું ધ્યાન રાખીશું ત્યારે રાજ્ય સરકાર આ આરોગ્ય કર્મીઓ સાથે કેવો અભીગમ અપનાવે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...