જોખમી ખાડો:વલથાણ પાટિયા પાસે હાઇવે પર અકસ્માત નોતરી રહેલો સર્વિસરોડનો મસમોટો ખાડો

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગનો ખાડો કોઇ નિર્દોષનો ભોગ લે તે પહેલા મરામત જરૂરી

ચોમાસાની સિઝન બાદ નેશનલ હાઈવે 48 પર ઠેરઠેર ખાડા પડી ગયા છે. જેના કારણે અવાર નવાર ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો બની રહ્યાં છે. મસમોટા ખાડાને કારણે વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. આવારા તહેવારોમાં વાહન વ્યવહાર વધુ રહેવાને કારણે ફરી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કામરેજથી કડોદરા તરફ જતા ને હા. 48નાં સર્વિસ રોડ પર વલથાણ પાટીયા પાસેનાં ટર્નિંગ પર ચોમાસામાં આખા સર્વિંસ રોડ પર આખું ફોરવહીલ ગાડી સમાઇ જાય તેટલો 10થી 15 ફૂટ મોટો આડો ખાડો પડ્યો છે. ઉંભેળ વલથાણ હાઇ વે પર થતા સતત ટ્રાફિક જામમાં અનેક નાના મોટા વાહનો ખાડામાં પડ્યા હતા.

જે કદાચ હાઇવે ઓથારીટીનાં ધ્યાનમાં ન આવ્યું હોય અને ઓથોરીટીની કે લાપરવાહી છતી થઇ હતી, પરંતુ હવે ચોમાસુ પુરુ થઇ ગયું હોવા છતાં હાઇવે ઓથોરીટીએ ખાડો પુરવાની કામગીરી કરી નથી. સર્વિંસ રોડ પરથી દરરોજ સેંકડો વાહનો પસાર થાય છે. તેમજ વલથાણ માંકણા વલણ પરબ રોડ પરનાં ગામનાં લોકો ફરજિયાત આજ રસ્તાનો ઉપયોગ કરતા હોય રોડનાં વળાંકમાં જ ખાડામાં વાહન પરનો કાબૂ ગુમાવી અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...