તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકેન્ડ લોકડાઉન 5:બારડોલી સહિત11 ગામના બજારો બંધ, મહુવા તાલુકાના 6 ગામમાં પણ બંધ પાળવામાં આવશે

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા બારડોલી પ્રાંત અધિકારી દ્વારા સતત પાંચમી વખત વીક એન્ડ લોક ડાઉન માટે જાહેર સૂચના આપવામાં આવી છે, જેમાં બારડોલી નગર સહિત તાલુકાનાં 11 ગામો અને મહુવાના 6 ગામોનો સમાવેશ થાય છે. બારડોલી નગરમાં વેપારીઓ દ્વારા સૂચનાનું પાલન કરી બજારો સજ્જડ બંધ રાખવામા આવે છે, પરંતુ નગરમાં નગરજનોની અવર-જવર પર કોઈ રોક ન લગાવાતા અવર જવર યથાવત રહે છે.

વહીવટીતંત્રનો સંક્રમણ રોકવાનો હેતુને સંપૂર્ણ સહકાર આપવાની જરૂર છે.બારડોલી નગરમાં વિકેન્ડ લોક ડાઉન માટે સતત પાંચમી વખત બારડોલીના વેપારીઓ દ્વારા તૈયારી બતાવવામાં આવી છે ત્યારે નગરમાં બીનજરૂરી લોકોની અવરજવર સામે કોઈ રોક લગાવાતી નથી જેથી લોકોની અવર જવર અટકાવવામાટે પણ પોલીસ વિભાગ દ્વારા શખતી દાખવવાની લોક માંગ ઉઠી છે.

વીક એન્ડ લોકડાઉનમાં બંધ રહેનાર ગામો
બારડોલી નગર: સંપૂર્ણ વિસ્તાર તેમજ તાલુકામાં બાબેન, તેન,ઇસરોલી, ધામળોદ, સરભોણ, મોતા, કળોદ, મઢી, સુરાલી, વાંકાનેર.

મહુવામાં: મહુવા, કારચેલીયા, વલવાડા, અનાવલ, શેખપુર, ઓંડચ શુક્રવારે રાતે 8થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી વિકેન્ડ લોકડાઉન રહેશે.

અન્ય સમાચારો પણ છે...