તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરડી નિરસ ખેડૂતો નિરાશ:અનેક સુગર મિલોએ શેરડીના ભાવ ગોળના કોલાવાળાથી પણ ઓછા આપ્યા,ખેડૂતોને 500 કરોડથી વધુનું નુકસાન

બારડોલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મંત્રી ઈશ્વર પટેલ હસ્તકના વહીવટ વાળી પંડવાઇ સુગરે ગત વર્ષ કરતા રૂ.526 ઓછા આપી સૌથી નીચો ભાવ આપ્યો

શનિવારના રોજ દક્ષિણ ગુજરાતી 9 સુગર ફેક્ટરી ના સંચાલકોએ આવનારી સિઝન માટેના શેરડીના ભાવો જાહેર કર્યા છે. દક્ષિણ ગુજરાતમા ગત વર્ષની સરખામણીમાં શેરડીના વાવેતરમાં વધારો થવા સાથે મબલક પાક હોવા છતાં શેરડીના ભાવને અસર કરતા અનેક વિધ પાયાના પરિબળો ને લઈને ગત વર્ષની સરખામણીએ હાલ દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ 250 થી 526 રૂપિયા જેટલો શેરડીનો નીચો ભાવ આપ્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂત સભાસદને અંદાજીત 500 કરોડથી વધુનું નુકસાન જવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતની સહકારી ધોરણે કાર્યરત સુગર મિલોએ ગત 2018-2019 ના વર્ષમાં શેરડીના ઉંચા ભાવ આપતા 2019-2020 અને 2020-2021 ની સીઝનમાં ફરીવાર ઉંચા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ શેરડીનું મોટા પાયે વાવેતર કર્યું છે. ત્યારે હાલ વિવિધ પરિબળોનો સામનો કરી રહેલી દક્ષિણ ગુજરાતની તમામ સહકારી સુગર મિલોએ ગત વર્ષની સરખામણીએ શેરડીના ટને 250 થી 526 રૂપિયા જેટલો નીચો ભાવ આપતા ખેડૂત સભાસદોને અંદાજીત 500 કરોડથી વધુનું નુકસાન થયું છે.

દક્ષિણ ગુજરાતની અગ્રગણીય સુગર મિલો સાથે તમામ સુગર મિલોએ શેરડીના ભાવ નીચા આપવા પાછળ ઓછી રિકવરી ને મહત્વનું કારણ બતાવ્યું છે. આટલું જ નહી પણ હાલ તમામ સુગર મિલોની 2 કિલો થી 8 કિલો જેટલી રિકવરી નીચી રહેવા સાથે ખાંડ નું બજાર પણ નીચું અને બગાસનો ગત વર્ષે ટને 1500 થી 2000 જેટલો ભાવ હતો. જે હાલ 1000 જેટલો નીચો છે. પડતર કીમત ઉંચી જવા સાથે માંગ નીચી અને કાપણી તથા વાહતુક અને મજુરીમાં વધારો થવાને પણ નીચા ભાવ જવા માટે કારણભૂત ગણાવે છે. ગત સિઝનમા રાજ્ય સહકાર મંત્રી ઈશ્વર પટેલના વહીવટ વાળી પંડવાઇ સુગરે ગત વર્ષે 2901 ભાવ આપેલ જયારે આવખતે 2375 એટલે ગત વર્ષની સરખામણીએ અન્ય સુગર મિલોની સરખામણી મા સૌથી વધુ 526 રૂપિયા જેટલો ઓછો ભાવ આપ્યો છે. જયારે હાલ ગણદેવી સુગરે અન્ય સુગરની સરખામણીમાં સૌથી વધુ 2921 ભાવ આપ્યો છે. જયારે ગણદેવી સુગરના પણ ગત વર્ષના ભાવ સાથે સરખામણી કરીએ ટને 430 રૂપિયા જેટલો નીચો ભાવ આપ્યો છે.

આ વર્ષે સુગર મિલોએ 250થી 526 રૂપિયા જેટલો નીચો ભાવ આપ્યો

સુગરઓક્ટો.ફેબ્રુ.માર્ચએપ્રિલકપાતઓછો ભાવ
ગણદેવી29213021312132211390
બારડોલી287329733073317323279
સાયણ26262696273627766445
ચલથાણ26262676272628266430
મહુવા26112646268127166374
મઢી260126512726280115360
પંડવાઇ23752395241524356526
કામરેજ23072367244924075469
કાંઠા સુગર2051---21270

​​​​​​​

ગત વર્ષે દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર મિલોએ આપેલા ભાવ

સુગરઓક્ટોબરફેબ્રુઆરીમાર્ચએપ્રિલકપાત
ગણદેવી33113411351136115
બારડોલી31523252335234522
સાયણ30813141318132216
ચલથાણ30563106315632066
મહુવા298530103035-5
મઢી296130363111-11
પંડવાઇ290129212941-6
કામરેજ277628362876-16

​​​​​​​

મહુવા સુગર દ્વારા જાહેર શેરડીના ભાવ કરતાં ગોળના કારખાનેદારોએ ઊંચા ભાવ આપ્યા
મહુવા સુગર ફેક્ટરી દ્વારા એપ્રિલ માસમાં કપાતી શેરડીના સૌથી વધુ 2716 રૂપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો છે. અને એમાં પણ 6 રૂપિયાની કપાત એટલે ખેડૂતોને મળવા પાત્ર રૂપિયા 2710 છે. જેની સામે મહુવામાં ચાલતા ગોળના કોલા સંચાલકો દ્વારા માર્ચ મહિનામાં જ કપાયેલી શેરડીના 2800 રૂપિયા પ્રમાણે ચૂકવાયા હતા. સુગર ફેક્ટરી સંચાલકો દ્વારા હંમેશા જણાવાય છે કે ગોળના કારખાનાઓ દ્વારા ખેડૂતોનું શોષણ થાય છે. ત્યારે ચાલુ વર્ષે ગોળના કારખાનેદારોએ સુગર ફેક્ટરી કરતાં પણ 100 રૂપિયા વધુ ભાવ ચૂકવી ખેડૂતોને સારું વળતર આપ્યું છે.આ ઉપરાંત જિલ્લાના અન્ય સ્થળોએ પણ કોલોવાળાઓએ શેરડીના 2750થી 2800 જેટલા ભાવ ચુકવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ખેડૂતોની આશા કરતા 200થી 250 જેટલા ઓછા ભાવ મળ્યા
ખેડૂતોના જણાવ્યા મુજબ શેરડીના ઉત્પાદન માટે મજૂરી, ખેડ, જંતુનાશક દવાઓ, ખાતર વગેરેના ભાવોમાં સતત વધારાને લીધે ઉત્પાદન ખર્ચ વધુ થઈ રહ્યો છે બીજી તરફ ભાવમાં ખેડૂતની આશા કરતાં 200 થી 250 જેટલો ઓછો આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. મોટેભાગના ખેડૂતોના મતે ગત વર્ષની સરખામણી ભાવ વધું ચુકવ્યા તેનો વાંધો નહીં પરંતુ ખાંડ ઉદ્યોગ સંઘે આગતરું આયોજન કરી શેરડીના ભાવો ગત વર્ષ જેટલા જાળવી રાખવાની જરૂર હતી.

​​​​​​​અમને 3000થી વધુ ભાવ મળવાની આશા હતી
ગત વર્ષની સરખામણી એ ચાલુ વર્ષે શેરડીના ભાવ માં ઘટાડો નોંધાયો છે. ખેડૂતોની આશા હતી કે 3 હજારથી વધુના ભાવ મળશે, પરંતુ ભાવથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે. એક તરફ ઉત્પાદનનો ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉત્પાદન યથાવત છે અને ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને હાલાકી થઈ રહી છે 200 થી 250 રૂપિયા જેટલો ભાવ ઓછો મળ્યો હોવાની ખેડૂતોમાં ચર્ચા છે. > નિરવભાઈ દેસાઇ, ખેડૂત, મોતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો