અનોખો વિરોધ:માંગરોળ ટીડીઓનો લાંચ લેતો વીડિયો વાયરલ થયા પછી પણ કોઈ પગલાં ન લેવાતાં ફટાકડા ફોડી વિરોધ

વાંકલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કચેરી સામે ફટાકડા ફોડી વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના આગેવાનો. - Divya Bhaskar
કચેરી સામે ફટાકડા ફોડી વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના આગેવાનો.
  • સરકાર અને અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોવાથી ફટાકડા ફોડીને કોંગ્રેસનો વિરોધ

માંગરોળના તાલુકા વિકાસ અધિકારીનો લાંચ લેતો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી કોંગ્રેસ પક્ષ દ્વારા અનેક ફરીયાદો કરવા છતાં કોઈ પગલાં નહીં લેવામાં આવતા કોંગ્રેસ કાર્યકરોએ માંગરોળ તાલુકા પંચાયત કચેરી સામે દેખાવો વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર કરી સાથે ફટાકડા ફોડી અનોખો વિરોધ કર્યો હતો.

સતત વિવાદમાં રહેતા માંગરોળ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયારનો કથિત લાંચ લેતો વિડીયો એક માસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેથી આ સંદર્ભમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદો કરવામાં આવી હતી અને માંડવી ના ધારાસભ્ય આનંદ ચૌધરીના નેજા હેઠળ ધરણાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી સામે યોજવામાં આવ્યો હતો, પરંતુ ટી ડી ઓ સામે પગલા નહીં ભરાતા કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસ પ્રમુખ શામજી ચૌધરી, માજી ધારાસભ્ય રમણ ચૌધરી, તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા મોહન કટારીયા, મહામંત્રી અનિલ ચૌધરી, શાહબુદ્દીન મલેક, રૂપસિંગ ગામીત, બાબુ ચૌધરી, પ્રકાશ ગામીત, અયાઝ મલેક, વગેરે તાલુકા પંચાયત કચેરી સામે ભ્રષ્ટાચારી ટીડીઓને હટાવોના સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કરી ફટાકડા ફોડી અનોખો વિરોધ કર્યો હતો.

આગેવાનોએ જણાવ્યું કે સરકાર અને તેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે તેને જગાડવા માટે અમે ફટાકડા ફોડીને વિરોધ કર્યો છે. જ્યારે તાલુકા વિકાસ અધિકારી પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. છતાં આ અધિકારીની બદલી પણ કરી નથી. તેઓ હાલમાં પણ કચેરી છોડી સરકારી રેસ્ટ હાઉસમાં બેસીને ફાઈલો ઉપર સહી કરી રહ્યા છે. તેઓ હજી પણ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અમારા મતે અધિકારીએ ભ્રષ્ટાચાર આચર્યો છે. જેના પુરાવાનો નાશ કરવા તેમની બદલી નહીં કરી સમય આપવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કોંગ્રેસ સમિતિ કર્યા છે.

પરંતુ જો તેમને હટાવવામાં નહી આવે તો કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે પ્રજાહિતમાં ભ્રષ્ટાચારી અધિકારી વિરુદ્ધના આંદોલનને આવનારા સમયમાં વેગવંતુ બનાવશે જ્યાં સુધી ભ્રષ્ટ અધિકારી સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસનું લડત આંદોલન ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...