ભ્રષ્ટાચારનો આક્ષેપ:માંડવી તાલુકા પંચાયતમાં વર્ષ અગાઉ થયેલા કામો ફરી બતાવી લાખો ઉપાડ્યાના આક્ષેપ

માંડવી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભામાં વિપક્ષ નેતાએ શાસકો પર કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ

માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં મંગળવારે સભાખંડમાં મળી હતી. જેમાં વિરોધપક્ષના નેતા શંકરભાઈ ચૌધરીએ તાલુકાના ઘાણા ગામોમાં થયેલા કામોને જ ફરી બતાવી લાખો રૂપિયા ઉપાડી લેવાયાના આક્ષેપો મુક્યા હતાં, અને પુરાવા પણ રજૂ કર્યા હતાં. માંડવી તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા શંકરભાઈ ચૌધરીએ તાલુકા પંચાયત દ્વારા કરાયેલ કામો અંગે ભ્રષ્ટ્રાચારના આક્ષેપો સાથે જવાબો માંગ્યા હતાં. ઘણા કામો અગાઉની ગ્રાન્ટમાંથી થઈ ગયા બાદ ફરી એજ કામો બતાવી નાણા ઉપાડી લીધા હોવાના આક્ષેપો સાથે પુરાવા રજૂ કર્યા હતા.

આવા કામો પૈકી ખંજરોલી ગામે દિનેશભાઈ ખુશાલભાઈના ફળિયામા પેવર બ્લોકનું કામ (5 લાખ), ખંજરોલી ગામ જે ચંદુ ડાહ્યાના ઘરથી ઝીણા ડાહ્યાના ઘર સુધી પેવર બ્લોકનું કામ (5 લાખ) પીપિરયા ગામે પટેલ ફળિયામાં આંતરિક પેવર બ્લોકનું કામ (5 લાખ), કમલાપોર ગામે રાજેન્દ્રસિંહ ગણપતસિહંના ફળિયામાં પેવર બ્લોકનું કામ તથા ઉમરસાડી ગામે સીસી રસ્તાનુ કામ (5 લાખ) આ તમામ કામો અંગે જિલ્લા સ્વભંડોળ 80 -20 ટકાની ગ્રાન્ટમાંથી થયેલા કામોની મંજૂરી ક્યારે આપી અને કામો ક્યારે કરવામાં આવ્યા તેમની પૂર્તતા સાથેની ચર્ચાની માગ કરી હતી. વિરોધપક્ષના નેતા શંકરભાઈ ચૌધરીએ પ્રશ્નોનો વરસાદ વરસાવ્યો હતો.

અગાઉ થયેલા કામો જ ફરી બતાવાયા
માંડવી તાલુકા પંચાયત દ્વારા અગાઉના વર્ષોમાં થયેલા કામો જ ફરી બતાવી નાણાંકીય વ્યવહાર થઈ ગયાનું જણાતાં જરૂરી માહિતીઓ માગી છે. થયેલા ભ્રષ્ટ્રાચારને ખુલ્લો પાડીને જ જંપીશું સ્થાનિક કક્ષાએ યોગ્ય જવાબ ન મળે તો ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરીશું. એક વર્ષ અગાઉ થયેલા પેવર બ્લોકના કામો અને જે કામો 2021-22માં બતાવવામાં આવે છે, જેના પુરાવા પણ છે. - શંકર ચૌધરી, વિપક્ષ નેતા તાલુકા પંચાયત માંડવી

યોગ્ય કાર્યવાહી સાથે તપાસ કરીશંુ
તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા શંકર ચૌધરી દ્વારા કેટલીક રજૂઆતો સાથે ફરિયાદ આવી છે. જે અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. - આતીશ ચૌધરી,ઉપપ્રમુખ તાલુકા પંચાયત

અન્ય સમાચારો પણ છે...