સહકારી વાતાવરણ ગરમાયું:માંડવી રાઈસમિલ તથા સંઘની ચૂંટણીના પડઘમથી સહકારી વાતાવરણ ગરમાયું

બારડોલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાઈસમિલની 19 બેઠક પર 29 ફોર્મ તથા સંઘની 19 બેઠક પર 26 ફોર્મ ભરાયા

માંડવી તાલુકા ખેતીપાકનું રૂપાંતર અને વેચાણ કરનારી મંડળી તથા માંડવી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની જાહેર ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઉમદેવારોની કતાર લાગી હતી અને સભવિત ચૂંટણી સમરસ બને તે માટે અગ્રણીઓ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.

માંડવી એપીએમસીની ચૂંટણીમાં ગરમાયેલા વાતાવરણ બાદ ભાજપ મોવડી મંડળે મેન્ડેટ મોકલી ગરમાયેલું સહકારી વતાવરણને શાંત કર્યું હતું. ત્યારે સહકારી રાઈસમિલ તથા સંઘની ચૂંટણી જાહેર થતાં ફરી સહકારી વાતાવરણ ગરમાયું છે અને આજરોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાઈસ મિલની કુલ 19 બેઠકો પર 29 ફોર્મ ભરાયા હતાં. જ્યારે સહકારી ખરીદ વેચાણ સંઘની 19 બેઠકો પર 26 ફોર્મ ભરાયા હતા. ચૂંટણી અધિકારી અને માંડવી પ્રાંત ડો. જનમ ઠાકોર તથા મ. ચૂંટણી અધિકારી તથા મામલતદાર મનીષ પટેલની દેખરેખ હેઠળ ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી થઈ હતી. 23મી મેના રોજ યોજનારી ચૂટણી પહેલા 10થી 16 તારીખ ફોર્મ ખેચવાની છેલ્લી તારીખ હોય ત્યારબાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...