સ્વચ્છતા સર્વેક્ષણ:સ્વચ્છતા સર્વેક્ષણમાં માંડવી પાલિકા સુરત ઝોનમાં બીજા ક્રમે

માંડવી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી નગરપાલિકાના શાસકો દ્વારા હર હંમેશ માટે સ્વચ્છતા ને મહત્વ આપી નગરજનોની સુખાકારી માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના પરિણામ સ્વરૂપ હાલમાં સ્વચ્છતા સર્વેક્ષણ ના જાહેર થયેલા પરિણામમાં માંડવી નગરપાલિકા સુરત ઝોનમાં ડ વિભાગમાં બીજા ક્રમે જ્યારે રાજ્યની 155 પૈકી 11મા ક્રમે ક્રમે આવતા અભિનંદન પાઠવ્યા હતા.

માંડવી નગરપાલિકા પ્રમુખ રેખાબેન વશી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ રબારી, કારોબારી અધ્યક્ષ શાલીન શુક્લ અને ચીફ ઓફિસર પ્રણવ ચૌધરીએ સ્વચ્છતા અભિયાનમાં મેળવેલ સિદ્ધિ બદલ પાલિકામાં સફાઈ કામદારો સહિતના કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા તથા નગરજનોના સહયોગથી સંતોષ વ્યક્ત કરી સૌને અભિનંદન પાઠવી ભવિષ્યમાં નગર વધુ સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બને તે માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી .

અન્ય સમાચારો પણ છે...