તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માંડવી પાલિકાએ રખડતા ઢોરોને ગ્રાઉન્ડમાં પૂર્યા

માંડવી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રના કડક વલણ અપનાવતા ઢોરોને રખડતા મૂકી દેનારા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો

માંડવી નગરમાં રખડતા ઢોરોની સમસ્યા વધતા તેમજ ઢોરો દ્વારા વાહન તેમજ વાહન ચાલકને નુકશાન કરતા તથા રાહદારીઓ પર હુમલો કરવાના બનાવો થતા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પાલિકાના ગ્રાઉન્ડ પર પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ એકજ માલિકના ઢોર બીજીવાર પકડાશે તો તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નગરમાં રખડતા ઢોરોની દ્વારા વાહન તથા વાહન ચાલકોને નુકસાન પહોંચાડવાની તેમજ ઢોરો દ્વારા રાહદારીઓ પર હુમલો કરી તેમને ઇજા પહોંચાડવાની ફરિયાદ આવતા માંડવી નગર પાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડી નગર પાલિકાના મેદાનમાં પૂરવાની કામગીરી હાથ ધરાય હતી. આ ઢોરોને તેના માલિક પાસે દંડ વસૂલ કર્યા વિના છોડવામાં આવશે નહી. તેમજ આપેલ મુદતના દિવસ મુજબ જો પશુપાલક પોતાના ઢોર લેવા આવશે નહી તો તેને પાંજરાપોર મોકલી આપવામાં આવશે. અમુક પશુપાલકો પોતાના સ્વાર્થ માટે પશુઓને રાખે અને ત્યારબાદ તેમને રખડતા મૂકી દે છે. જેથી આવી દુર્ઘટનાઓ સર્જાય છે. જેથી નગર પાલિકા દ્વારા આ કડક અભિગમ અપનાવવામાં આવેલ છે. તેમજ માંડવી નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રખડતા ઢોરોને પકડ્યા બાદ તેને છોડાવવા માટે કોઈની પણ ભલામણ ચલાવી લેવામાં આવશે નહી. અને જો એકજ વ્યક્તિના ઢોર બીજીવાર પકડાશે તો તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. આમ નગર પાલિકાના આ કડક વલણથી ઢોરોને રખડતા મૂકી દેનાર પશુ પાલકો માં ફફડાટ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...