માંડવી નગર પાલિકાના ચીફ ઓફિસર પૂર્વીબેહન પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દિવસથી બાકીદારોના વેરા વૂસલાતના કડક અભિયાનમાં બાકીદારોના એકદમ જાગૃતિ આવી ગઈ હતી, અને તાત્કાલિક વેરા ભરવા દોડ મુકી હતી.
માંડવી પાલિકાના બાકી પડતાં વેરાની વસૂલાત માટે હિસાબી વર્ષના અંત સુધી રાહ જોયા બાદ બાકીદારો તરફ લાલ આંક કરી વેરા વસૂલીનું અભિયાન શરૂ કર્યું હતું. પાલિકાના ચીફ ઓફિસર પૂર્વીબહેન પટેલ તથા પદાધિકારીઓ સાથેના વિચાર વિમર્સ બાદ છેલ્લા બે દિવસથી બાકીદારોની મિલકતના નળ કનેકશન કાપવાનું શરૂ કર્યું હતું.
જેમાં 12 મિલકતોના નળજોડાણ કાપી નાંખ્યા હતાં. જ્યારે 3 દુકાનોને સીલ મારી દીધી હતી. ઘણા બાકીદારોએ સ્થળ પર જઈવેરા ભરી દેવાની તૈયારી બતાવી હતી. તો કેટલાક બાકીદારો પાલિકા કચેરી આવી વેરા ભરપાઈ કરી પહોંચ બતાવી પાણી જોડાણ યતાવ રાખાયા હતાં. પાલિકાના સત્તાવરા સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રજાના દિવસોમાં પણ વેરાવસૂલાત માટે પાલિકા કચેરીને કાર્યરત રાખવામાં આવી છે.
આમ ઘણા સમયથી વેરા ભરપાય માટેના જાહેર નોટિસને ધોળીને પી જતાં બાકીદારો પ્રત્યે લાલ આંક કરતાં 2 દિવસમાં 4 લાખ જેટલી રકમ વસૂલવામાં સફળતા મળી હતી. આગામી દિવસોમાં બાકીદારો સામે કાર્યવાહી વધુ કડકાઈથી હાથ દરવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.