તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવલત:માંડવીમાં લોકભાગીદારીથી 100 બેડનું આઇસોલેેશન સેન્ટર શરૂ, મીની ઓક્સિજન પ્લાન્ટનું પણ લોકાર્પણ

માંડવી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
માંડવીમાં ઓક્સિજન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. - Divya Bhaskar
માંડવીમાં ઓક્સિજન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
  • માંડવી રેફરલમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા માટે સાંસદ 25 લાખની ગ્રાન્ટ આપશે

માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે તાપી ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ભાજપ સેવા સમિતી તેમજ દાતાઓની જનભાગીદારી દ્વારા તૈયાર કરવામાં આવેલી 100 આઈસોલેશન બેડની સુવિધા લોકાર્પણ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કરાયું હતું. માંડવી તાલુકામાં દિનપ્રતિદિન વધી રહેલા કોરોના સક્રમણના સંજોગોમાં તાલુકાના પ્રજાજનોને મુશ્કલીમાં ન મુકાય તથા ઘરબેઠા પ્રાથમિક સારવાર મળી રહે તે માટેના સાંસદ પ્રભુભાઈ વસાવાના પ્રયત્નો અને સેવાભાવી સંસ્થાના સહયોગથી 100 બેડ સાથે આઈસોલેશન સન્ટરના પ્રારંભ સાથે જ પોર્ટેબલ ઓક્સિજન પ્લાન્ટ મશીનનું પણ લોકાર્પણ કરાયું હતું. ઓક્સિજન યુક્ત એમ્બ્યુલન્સને પણ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગીતાબહેન પટેલ, પાલિકા પ્રમુખ રેખાબહેન વશી નગર ભાજપ પ્રમુખ નટુભાઈ રબારી વગેર ઉપસ્થિત રહ્યા હતાં. ડો. પરિમલ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

પોર્ટેબલ પ્લાન્ટથી રોજ 15 લિટર ઓક્સિજન મળશે
માંડવી રેફરલમાં લોકાર્પણ કરાયેલા પોર્ટેબલ ઓક્સિજન પ્લાન્ટ મશીનથી 10થી 15 લિટર જેટલો એક્સિજન વધુમાં પાંચ દર્દીનો આપી શકાશે. જેથી હાલની કટોકટીમાં આ મશીન આર્શીર્વાદ રૂપ બનશે. ઉપરાંત રેફરલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ માટે 25 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...