સમરસતાથી વિકાસ:માંડવી સહકારી રાઈસમીલ તથા સંઘની ચૂંટણી બિનહરીફ

માંડવી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી ઇન્ચાર્જ સહિતના અગ્રણીએ સમજાવતા બંને સંસ્થા સમરસ

માંડવી રાઈસ મીલ અને માંડવી તાલુકા વેચાણ સંઘની ચૂટણી સમરસ બનાવવા ભાજપ સંગઠન દ્વારા ચૂટણી ઇન્ચાર્જ તરીકે જગદીશભાઇ પારેખ તથા દીપકભાઈ વસાવાની નિમણૂક કરાયા બાદ આજ રોજ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂટણી ઇન્ચાર્જ સહકારી અગ્રણીઓને સમજાવવામાં સફળ રહ્યા હતા અને બંને સંસ્થા સમરસ બનતા સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

આ બંને સંસ્થાની ચૂંટણી અંગે મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાની બંને સહકારી સંસ્થા 19-19 બેઠકો પર 26-26 જેટલા ફોર્મ ભરાતા ચૂટણી નિશ્ચિત બની હતી પરંતુ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂટણી ઇન્ચાર્જ જગદીશભાઇ પારેખે તમામ ઉમેદવારો તથા સહકારી અગ્રણી નટુભાઇ ચૌધરી, નરપતસિંહ વાસિયા, નરેન્દ્રસિંહ મહિડા, પ્રવિણસિંહ મહિડા, સાથે બેઠક યોજી અનેક પાસાઓની ચર્ચા કરી હતી અને ગ્રામ્ય કક્ષાનો વિકાસ જેના પર આધારિત છે એવી બંને સંસ્થાનું મહત્વ તથા સમરસતાથી વિકાસની ગતિને વેગ મળવાની ચૂટણી ઇંચારજની સલાહનો સૌએ સ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ બંને સહકારી સંસ્થામાંથી 7-7 ઉમેદવારોએચૂંટણી માટે ભરેલા ફોર્મ પરત ખેંચતા બંને સંસ્થા સમરસ બની છે. હાલ તો અગ્રણીઓની સમજાવટથી ચૂંટણી ટળી ગઇ છે.

સહકારી અગ્રણીઓ અને ડિરેક્ટરોનો સહકાર મળતા બંને મંડળીની ચૂંટણી સમરસ
એ.પી.એમ.સીની ચૂટણી સમરસ કરવામાં નિમિત્ત બન્યા બાદ જિલ્લા સંગઠને ફરી એક વાર તાલુકાની ખૂબ જ મહત્વની ચૂંટણી ટાણે સહકારી વાતાવરણ વધુ મજબૂત બને તે માટેની જવાબદારી સોંપી હતી જેમાં સહકારી અગ્રણીઓ અને ડિરેક્ટરોનો સહકાર મળતા બંને મંડળીની ચૂંટણી સમરસ કરી શક્યા છે.- જગદીશ પારેખ ,ચૂંટણી ઇન્ચાર્જ, જિલ્લા ભાજપ મહામંત્રી

અન્ય સમાચારો પણ છે...