હુકમ:ચેક રિટર્ન કેસમાં માંડવી નાગરિક બેંકના સભાસદને એક વર્ષની કેદ

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 માસમાં રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સજાનો હુકમ

માંડવી નગર ખાતે કાર્યરત માંડવી નાગરિક સહકારી બેંકમાંથી સભાસદે કાર કરીદવાના હેતુ સર લીધેલ લોનની બાકી પડતી રકમ ભરપાય કરવા આપેલ ચેકના ખાતામાં પુરતી રકમ જવા ન હોવાથી રટર્ન થયો હતો. જે અંગે બેંકે કરેલા કાયદાકીય કાર્યવાહી સભાસદને કોર્ટ દ્વારા એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નાગરિક બેંકના સભાસદ અરકમ સલીમ પટેલ બેંકમાંથી પોલો કાર ખરીદવાના કારણસર લોન લીધી હતી, જે લોન પેટે બાકી પડતી રકમ માટે 7,24,000નો ચેક બેંકના લાભમાં આવ્યો હતો.

પરંતુ સભાસદના ખાતામાં પુરતુ બેલેન્સ ન હોવાથી ચેક પરત આવ્યો હતો. બેંકે પોતાના એડવોકેટ વસંતકુમરા બી. ઘાયલ મારફથે જરૂરી નોટિસ આપી રકમ ચૂકવી આપવા જણાવેલ, પરંતુ તેમાં પણ નિષ્ફળ જતાં બેંકના રિકવરી ઈન્સ્પેક્ટર વિનાયક કે રાણા મારફત માંડવી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કોર્ટ કાર્યવાહી દરમિયાન બેંકના એડવોકેટ વસંતભાઈ ઘાયલે રજૂ કરેલ પુરાવા તથા દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી અકરમ સલીમભાઈ પટેલ સામે ગુનો પુરવાર થતાં 1 વર્ષની કેદની સજા તથા ચેકની રકમ વળતર પેટે ફરિયાદીએ બહેંકને ર માસમાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આરોપી વળતરની રચકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ 3 માસની કેદનીનો પણ હુકમ ફરવામામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...