કામરેજનાં ખોલવડમાં સમાજને કલંકિત કરતી ઘટનાં બની છે. મામા ભાણેજનાં સબંધને લજવતી ઘટના બનતા કોના પર વિશ્વાસ કરવો એ એક પ્રશ્નાર્થ ઉભો થયો છે. સુરત ખાતે રહેતી બહેન પરિવાર સાથે કામરેજના ખોલવાડ ખાતે આવ્યા હતા. મળસ્કે મામાએ સુતેલી ભણકીને શારીરિક અડપલાં કરી બળાત્કાર ગુજાયો હતો. જે અંગે માતા પિતાને જાણ મરતા કામરેજમાં પોલીસ ફરિયાદ આપી છે. પોલીસે વાસના લોલુપ મામાની ધરપકડ કરી છે.
ભાણકી મામાનાં ઘરે રાત રોકાઇ હતી
કામરેજનાં ખોલવડમાં ઓપેરા પેલેસમાં યુવક પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્નિ અને સંતાનમાં એક છોકરો છે. ગતરોજ યુવકનાં સુરત ખાતે રહેતા બેન બનેવી તથાં 18 વષઁ 4 માસ ઉંમરની ભાણકી (ગીતા નામ બદલેલ છે )તથા ભાણેજને સાંજનાં જમવા માટે બોલાવ્યા હતા. સાંજનાં જમ્યા બાદ બેન બનેવી પરત સુરત ઘરે ચાલ્યા ગયા હતા. જ્યારે ભાણકી ગીતા મામાનાં ઘરે રોકાઇ ગયા હતાં. રાત્રે મામા મામી તથા મામાનો છોકરો તથા ગીતા તથા તેનો ભાઇ સૌ એક જ રૂમમાં સુઇ ગયા હતા. યુવાન ભાણકીને જોઇ રાતે મામાને વાસનાનો કીડો સળવળ્યો હતો. મળસ્કે 4.30 વાગ્યે ગીતાની છાતી પર હાથ ફેરવ્યો હતો. ત્યાર બાદ ગીતાની મરજી વિરૂધ જબરજસ્તી શરીરસબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.
યુવતીએ સમગ્ર ઘટના પરિવારને જાણાવી
ઘટનાથી હેબતાઇ ગયેલી ગીતાએ પોતાનાં પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર કામરેજ પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. હાલ કામરેજ પોલીસે આરોપીની અટક કરી લીધી હોવાની વિગત જાણવા મળી છે. ઘટનાની તપાસ પીએસઆઇ પીએમ પરમાર કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.