મુદ્દામાલ સાથે 1ની અટકાયત:મહુવા પોલીસે કાછલ ગામની સીમમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો; 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવા પોલિસે બાતમીના આધારે કરચેલીયાથી મહુવા જતા રોડ ઉપરથી વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો. જેમાં એક આરોપીની અટકાયત કરી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમજ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હે.કો નિલેશભાઈ જેસીંગભાઈને બાતમી મળી હતી કે, એક ટાટા ટર્બો ટ્રક વિદેશી દારૂનો જથ્થો ભરી કરચેલીયા તરફથી આવનાર છે. જે મહુવા પુલ ઉપરથી પસાર થનાર છે. જે બાતમીના આધારે કરચેલીયાથી મહુવા જતા રોડ ઉપર કાછલ કોલેજની સામેથી ટાટા ટ્રક 1613 ટર્બો રજી નં- GJ-16-U-6863 ઝડપી પાડી હતી. જેમાં વિદેશી દારૂની બોટલ નંગ-5616 કિ.રૂ.3,84,000નો મુદ્દામાલ કબ્જે કરી સાથે ટાટા ટ્રક 1613 ટર્બો રજી નં G1-16-U-6863 કિં રૂ.5,00,000 મુદ્દામાલ ઝડપી પડ્યો હતો.

વિદેશી દારૂ ભરેલ ટ્રક આપનાર દિપક રહે.ધરમપુર જિ.વલસાડ તથા બારડોલી ધુલીયા ચોકડી ખાતે લેવા આવનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ ટાટા ટ્રકના ચાલક અરવિદ ઑઝરીયા તેમજ બીજા આરોપી વિરુદ્ધ પ્રોહીબીશનની કલમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...