જાહેરનામું:મહુવરીયા તા. પં. ચૂંટણી સંદર્ભે હથિયાર ધારણ કરવું નહીં

બારડોલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્યની નગરપાલિકા તથા તાલુકા પંચાયતની પેટાચુંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ સુરત જિલ્લાના મહુવા તાલુકા પંચાયતની મહુવરીયા મતદાર મંડળની તા. 28/11/2021ના રોજ મતદાન યોજાનાર છે. જે અન્વયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તેવા આશયથી સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.

જાહેરનામાં અનુસાર મહુવરીયા તાલુકા પંચાયત વિસ્તારમાં કોઈપણ વ્યકિતએ તા.04/12/2021 સુધીના સમય દરમિયાન હથિયારબંધી ફરમાવી, સુરૂચીનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ શારીરિક ઈજા પહોંચાડી શકાય તેવું કોઈપણ સાધન સાથે લઈ જવું નહિ. ઉલ્લેખનીય છે કે આ જાહેરનામું ફરજ પરની વ્યકિતઓ તેમજ સક્ષમ અધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તેઓને આ હુકમ લાગુ પડશે નહી. અન્યથા આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...