ગણેશ વિસર્જન:મહુવા ગ્રામ પંચાયતે શંકર તલાવડીના તળાવમાં ગણેશ વિસર્જનનુ આયોજન કર્યુ

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગણેશ વિસર્જન માટે તળાવની સાફ સફાઈ કરાઈ - Divya Bhaskar
ગણેશ વિસર્જન માટે તળાવની સાફ સફાઈ કરાઈ

મહુવા પંથકમા ગ્રામપંચાયત દ્વારા મિટિંગ યોજી સરકારની ગાઈડ લાઈન મુજબ તળાવમાં ગણેશ વિસર્જન કરવાનુ નક્કી કરી નદી તરફ જતા માર્ગ પર પોલીસની મદદ લઈ બેરિકેટ ગોઠવી દીધા હતા.અને મહુવા ગ્રામપંચાયત દ્વારા ગણેશ મંડળને અગવડ ન પડે તે માટે શંકર તલાવડીના તળાવની સાફસફાઈની કામગીરી હાથ ધરી હતી.

સરકાર દ્વારા ચાલુ સાલે ગણેશ સ્થાપના તેમજ વિસર્જનની ભક્તોને પરવાનગી આપવામાં આવી હતી.જેમાં અમુક નીતિ નિયમો નક્કી કરવામા આવ્યા હતા.જે અંતર્ગત નદીમાં ભક્તોને ગણેશ વિસર્જન કરવાની મનાઈ ફરમાવવામા આવી હતી. જેથી વિસર્જનના આગલા દિવસે મહુવા ગ્રામપંચાયતના સરપંચ નિલાબેન અનિલભાઈ પટેલ દ્વારા પંચાયતના સભ્યો અને ગામના આગેવાનો સાથે મિટિંગ યોજી ગણેશ મંડળના આયોજકોને સરકારની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવાની સૂચના આપવામા આવી હતી.

નદીમા ગણેશ વિસર્જન ન કરવાની સૂચના આપી પોલીસની મદદ લઈ નદી તરફ જતા માર્ગો બંધ કરી બેરિકેટ ગોઠવી દેવામાં આવ્યા હતા.જ્યારે મહુવા તેમજ આજુબાજુના ગ્રામજનો માટે ગણેશ વિસર્જન માટે શંકર તલાવડી ખાતે આવેલ તળાવની વયવસ્થા કરી તળાવની ફરતે ગ્રામપંચાયત દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. તેમજ ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અગવડતા ન પડે તે માટે સ્વયં સેવકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહુવા ગ્રામપંચાયત દ્વારા સાંજે 5 વાગ્યા સુધીનો વિસર્જનનો સમય નક્કી કરી તમામ ગણેશ મંડળોને 5 વાગ્યા સુધીમાં ગણેશ વિસર્જન કરી જવાની સૂચના આપી હતી. અને ફક્ત 15 વ્યક્તિઓએ ગણેશ વિસર્જન માટે આવવાની સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...