રેસ્ક્યૂ ઓપરેશન:મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડરની આશ્રમ શાળા પાણીમાં ગરક, 201 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

અક્કલકુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્ર-ગુજરાત સરહદી વિસ્તારમાં આવેલા અક્કલકુવા તાલુકાના અંતરિયાળ દેવ નદીના કિનારે આવેલ વડફળી સરકારી આશ્રમ શાળાની બાજુમાં આવેલ દેવ નદીની પુર આવતા શાળા પરિસરમાં સમગ્ર પાણી પાણીની સ્થિતિ સર્જાઈ છે. રવિવારે સવારે 9.30 વાગ્યાના સુમારે વિદ્યાર્થીના છાત્રાલયમાં પૂરનો ભર્યા જતા 201 આદિવાસી વિદ્યાર્થીઓ પૂરના પાણીમાં ફસાયા હતા.

બાળકોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
સ્કૂલના શિક્ષકોએ જીવ બચાવ્યો સવારેથી બપોર સુધી રેસ્ક્યૂ ઓપરેશન કર્યો વિદ્યાર્થીઓ બહાર કાઢવામા આવ્યા હતા. 201 બાળકોને સલામત નજીકના સરકારી હોસ્પિટલ સ્થળે ખસેડવામાં આવ્યા છે.તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વાલીઓ વિદ્યાર્થીઓને લેવા આવ્યા છે અને વિદ્યાર્થીઓને ઘરે મુકવામાં આવશે. પ્રોજેક્ટ ઓફિસર મયંક ઘોષે જણાવ્યું હતું કે સંભવિત વરસાદને કારણે શાળા બે-ત્રણ દિવસ માટે બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...