કોરોનાને હરાવ્યો:જિલ્લાના સૌથી વૃદ્ધ દર્દી 91 વર્ષના મહાકોરબાએ કોરોનાને માત આપી, 14 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા

ટકારમા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના વિહારાગામના 91 વર્ષીય દાદીમાએ કોરોનાને માત આપી સ્વસ્થ્ય થઈ ઘરે પરત ફર્યા છે. ગત 15 મી ના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો 14 દિવસની સારવાર બાદ એમનો રિપોર્ટ નેગેટીવ આવતા શુક્રવારની મોડી સાંજે સંપૂર્ણ સાજા થઈ ઘરે પરત ફર્યા હતા. 

ઓલપાડ તાલુકાના વિહારા ગામના પ્રફુલ્લભાઈ પટેલ (60)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરીવારનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જેમાં 91 વર્ષીય દાદી મહાકોરબહેન જયકિશન પટેલનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ સારવાર હેઠળ ખસેડાયા હતા. જેઓની 14 દિવસની સારવારમાં કોરોનાને માત આપી સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.  મહાકોરબહેન સુરત જિલ્લાના સૌથી મોટી ઉંમરના વૃદ્ધ દર્દી હતાં. તેમણે પણ મન મક્કમ રાખી કોરોના સામે લડાઈ લડી હતી. અને અંતે કોરોનાની જંગમાં જીત મેળવી ઘરે પરત ફરતાં પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી. 

અન્ય સમાચારો પણ છે...