તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:મિલન મુશ્કેલ બનતાં પ્રેમી પંખીડાએ ઝેર ગટગટાવ્યું: તરૂણીનું મોત, યુવક ગંભીર

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાવછી ગામની સગીરા અગાઉ 2 વાર પ્રેમીના ઘરે વાંસકૂઇ રહેવા આવી ગઇ હતી

માંડવીના ગાવછી ગામની 17 વર્ષીય સગીરાને બારડોલીના વાંસકૂઈ ગામના 21 વર્ષીય યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હોવાથી સગીરા યુવકના ઘરે આવી ગઈ હતી, સમજાવીને ઘરે લઈ ગયા બાદ, ફરી સગીરા યુવકને ત્યાં આવી જતા, સગીરાની માતાએ વાતચીત કરવા અરેઠ બોલાવ્યા હતા. પ્રેમીપંખીડાને સાથે રહેવા નહિ દે એવું લાગી આવતા બંનેએ ઝેરી દવા પી લેતા બેભાન અવસ્થામાં વ્યારાજનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સગીરાનું મોત થયું હતું.

બારડોલી તાલુકાના વાંસકૂઈ ગામે રહેતા મૃગન રાકેશભાઈ ચૌધરી સાથે માંડવી તાલુકાના ગાવછી ગામની 17 વર્ષની સગીરાને પ્રેમસંબંધ બંધાયો હતો. જેના કારણે સગીરા 5 દિવસ પહેલા જ સગીરા ઘર છોડીને યુવકના ઘરે રહેવા આવી ગઈ હતી. જેથી સમજાવીને સગીરાની માતા પરત ઘરે લઈ ગઈ હતી. ત્યારબાદ બીજા જ દિવસે ફરી સગીરા પોતાનું ઘર છોડી મૃગન ચૌધરીના ઘરે આવી ગઈ હતી. શુક્રવારના રોજ સગીરાની માતાએ વાતચીત કરવા માટે માંડવીના અરેઠ ગામે બોલાવ્યા હતા.

જેથી પ્રેમી પંખીડાને એવું લાગેલ કે અમોને સાથે રહેવા દેશે નહી અને છુટા પાડી દેશે. બંનેને ખોટું લાગી આવતા બપોરના સમયે જ પોતાની રીતે કોઈ ઝેરી દવા પી ગયા હતા. પરિવારને જાણ થતાં જ તાત્કાલિક સારવાર માટે બેભાન અવસ્થામાં વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન શનિવારની રાત્રે સગીરાનું મોત થયું હોવાનું પોલીસ જણાવે છે, જ્યારે યુવક મૃગન ચૌધરી પણ બેભાન હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...